શરીર નીરોગી અને સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે આપણા ફેફસા બરાબર રીતે કામ કરતા રહે. ફેફસા બરાબર રીતે કામ કરે તો સ્વાદની પ્રક્રિયા બરાબર ચાલતી રહે છે અને પરિણામે આપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ.
જો ફેફસા બરાબર કામ કરતા ન હોય તો શ્વાસ સંબંધિત તકલીફ થાય છે અને આ તકલીફ ઘણા કિસ્સામાં જીવલેણ પણ સાબિત થાય છે
આવી સ્થિતિથી બચવું હોય તો નિયમિત રીતે તમારે ફક્ત 10 મિનિટ કાઢવાની જરૂર છે. તમારા ફક્ત દસ મિનિટ કાઢીને આ પ્રાણાયામ કરી લેશો તો આજીવન તમારા ફેફસા કાચ જેવા સાફ રહેશે અને શરીર નિરોગી રહેશે.
ફેફસાની સ્વચ્છ અને નિરોગી રાખવા માટે બ્રહ્મરી પ્રાણાયામ 10 મિનિટ માટે રોજ સવારે કરવું. આ પ્રાણાયામ કરવાથી મગજમાં ભ્રમરની ગુંજન થાય છે અને તેનાથી ફેફસા પણ સ્વસ્થ રહે છે. જે લોકોને અસ્થમા ની તકલીફ છે તેમના માટે આ પ્રાણાયામ સૌથી ઉપયોગી છે.
આ પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા જમીન ઉપર ધ્યાન મુદ્રામાં બેસો. કરોડરજ્જુ ને સીધી રાખીને હાથની પહેલી આંગળી કાનમાં રાખો. ત્યાર પછી એક ઊંડો શ્વાસ લેવો અને ધીરે ધીરે આંગળી ઉપર પ્રેશર કરવું.
શ્વાસ બહાર કાઢતી વખતે મધમાખી નો ગણગણાટ થાય તેવો અવાજ કરવો. આ રીતે પાંચથી છ વખત શ્વાસ લેવો અને અને બહાર કાઢવો. પ્રાણાયામ પૂરું થાય પછી હળવેથી આંગળીને કાનમાંથી બહાર કાઢો.
આ સિવાય તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કરી શકો છો. આ પ્રાણાયામ પણ કરવા માટે આરામદાયક સ્થિતિમાં બેસો અને અંગૂઠાના ઉપયોગથી સૌથી પહેલા જમણી તરફનું નસ્કોરું બંધ કરો. ત્યારબાદ બે સેકન્ડ માટે શ્વાસ લેવો.
ચાર સેકન્ડ માટે શ્વાસને રોકો અને પછી. આંગળી વડે ડાબા નસકુરાને બંધ કરી જમણા નસકોરા વડે શ્વાસને બહાર કાઢો. આ રીતે ઓછામાં ઓછું ત્રણથી ચાર વખત અનુલોમ વિલોમ કરવું.
ફેફસાના સ્વાસ્થ્ય માટે રેચક પ્રાણાયામ પણ ઉપયોગી છે. તેના માટે કરોડરજ્જુને સીધી રાખી આંખને બંધ કરીને ધ્યાન મુદ્રામાં બેસો. ત્યાર પછી 3 સેકન્ડમાં ધીમા શ્વાસ લેવાની શરૂઆત કરવી. છ સેકન્ડ માટે શ્વાસ ને રોકી રાખો અને પછી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢો.
આ ત્રણ પ્રાણાયામ 10 થી 15 મિનિટનો સમય કાઢીને નિયમિત કરવાથી શરીર નિરોગી રહે છે.