મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, ભાદરવા મહિનામાં અનેક પ્રકારના ઋતુ જન્ય રોગો પાણી જન્ય અને વાયરલ જન્ય રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ભાદરવા મહિનામાં વાતાવરણમાં પરિવર્તન થવાને કારણે અને બે ઋતુ માં બદલાવ થવાને કારણે અનેક પ્રકારના રોગો જોવા મળે છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ભાદરવા મહિનામાં આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આહારવિહાર નું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.
મિત્રો વર્ષાઋતુ પૂરી થવા જઈ રહી છે અને વસંત ઋતુનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ભાદરવા મહિનાની શરૂઆત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, ભાદરવો મહિનો એટલે બીમારી નો મહિનો. ભાદરવા મહિનામાં તાવ આવવો એક સર્વ સામાન્ય બાબત હોય છે પરંતુ ભાદરવા મહિનામાં આવતા તાવને યોગ્ય રીતે નિદાન કરવામાં ન આવે તો લાંબા ગાળે તેની ભયંકર પરિણામ આપણે ભોગવવું પડે છે.
ભાદરવા મહિનામાં પેશાબમાં થતી બળતરા અને પિત્તના રોગોમાં કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને કેવા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવેલા આહાર વિહારનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો ભાદરવા મહિનામાં આવતા તાવથી બચી શકાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં આપણા શરીરમાં પિત્ત વધી જાય છે. ભાદરવા મહિનામાં સૂર્યના આંકડા તાપમાન પિત્તનો વધવા લાગે છે. મિત્રો જ્યારે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે ત્યારે ગરમીનો તાવ આવે છે.
ભાદરવા મહિનામાં સૂર્યના કિરણો ખૂબ જ તે જ પડવાથી ગરમીમાં વધારો થાય છે જેના કારણે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ જોવા મળે છે. જણાવ્યા અનુસાર ખોરાકમાં થોડો ફેરફાર કરવામાં આવે અને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ખોરાક કરવામાં આવે તો ભાદરવા મહિનામાં આવતા તાવથી બચી શકાય છે.
મિત્રો મોટાભાગના વ્યક્તિઓને ભાદરવા મહિનામાં પેશાબમાં બળતરા થતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં પેશાબમાં થતી બળતરા અને પિતને લગતા રોગોમાંથી છુટકારો મેળવવા માટે કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવેલ અનુસાર આપણા રસોડામાં અનેક પ્રકારની ઔષધી રહેલી હોય છે પરંતુ જ્ઞાનને અભાવને કારણે આપણે તેને યોગ્ય રીતે સમજી શકતા નથી. આપણા રસોડામાં રહેલી એક વસ્તુનો ઉપયોગ કરીને આપણે ભાદરવા મહિનામાં થતા પેશાબને લગતા રોગો અને પિત્ત ને લગતા રોગોમાંથી છુટકારો મેળવી શકીએ છીએ.
મિત્રો પેશાબમાં બળતરા થવાનો મુખ્ય કારણ પેશાબમાં ઇન્ફેક્શન થવાને કારણે થતું હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં પિત્ત નો પ્રકોપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પિતના કારણે અનેક પ્રકારના રોગો થતા હોય છે.
શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે પથરીની સમસ્યા શરૂ થતી હોય ત્યારે પેશાબમાં બળતરા થવાની શરૂઆત થાય છે. પેશાબમાં બળતરા થવાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે પરંતુ ભાદરવા મહિનામાં વધુ માત્રામાં પેશાબમાં બળતરા થતી હોય ત્યારે પિત્તના પ્રકોપને લીધે થતી હોય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં થતી આ પ્રકારની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારા ઘરના રસોડામાં રહેલા ધાણા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણાનો પાવડર નાખીને આખી રાત રહેવા દેવાનું છે.
ત્યારબાદ બીજા દિવસ સવારે આ પાણીને ગાળી લઈ તેમાં એક ચમચી સાકર ઉમેરીને તેને બરાબર મિક્સ કરી નરણા કોઠે તેનું સેવન કરવાનું છે. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી ભાદરવા મહિનામાં થતી પેશાબને લગતી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા પ્રમાણે આ પ્રકારના ગળધથ્થુ ઉપચાર કરવામાં આવે તો અનેક પ્રકારની નાની મોટી ગંભીર સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.