આયુર્વેદ દુનિયા

પેટની ગડબડને લીધે મોઢામાં પડી ગયા છે ચાંદા? તો બજારમાં વર્ષ દરમિયાન મળતું આ ફળ લાવીને ખાઈ લ્યો, 2થી 3 દિવસમાં મળી જશે આરામ.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણે ખરાબ ભોજન કરીએ છીએ તો પેટમાં ગડબડ ઉત્પન્ન થતી હોય છે અને કબજિયાત, અપચો, ગેસ વગેરે જેવી સમસ્યાઓનું સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાઓને લીધે મોઢામાં ચાંદા પણ પડતા હોય છે, જે એકદમ પીડા દાયક હોય છે અને તમને ખાવામાં પણ તકલીફ પડે છે.

જ્યારે એક વખત મોઢામાં ચાંદા પડે છે તો ઘણા દિવસો સુધી તેનાથી છુટકારો મળતો નથી અને તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જો આપણે મોઢામાં ચાંદા થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો પેટમાં દુખાવો, તણાવ, ચિંતા, હતાશા, અનિયમિત પિરિયડ, વધુ પ્રમાણમાં મસાલેદાર ખોરાકનું સેવન, શરીરમાં પોષક તત્વો ઉણપ, કબજિયાત વગેરે હોઈ શકે છે.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો મોઢાના ચાંદા થી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા ડોક્ટર પાસે જઈને દવાઓ લેવાનું પસંદ કરતા હોય છે પરંતુ લાંબા સમય સુધી આ દવાઓનું સેવન કરવાથી તમારા શરીર પર આડ અસર થઈ શકે છે. આવામાં તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવીને મોઢાના ચાંદાથી રાહત મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

તમે મોઢાના ચાંદા થી છુટકારો મેળવવા માટે એન્ટી બેક્ટેરિયલ ગુણોથી સમૃદ્ધ મધ અને હળદરનું સેવન કરી શકો છો. કારણ કે મધ ચાંદાની અસરને ઓછી કરે છે અને હળદર ચાંદાને દૂર કરવાનું કામ કરે છે અને જ્યારે તમે આ બંનેને મિક્સ કરીને બેથી ત્રણ વખત ચાંદા પર લગાવી દો છો તો તમને થોડાક જ દિવસોમાં આરામ મળી જાય છે.

જો તમે ચાંદાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે એલોવેરા જેલ ઔષધીય ગુણોથી સમૃદ્ધ માનવામાં આવે છે અને તેને ચાંદા પર લગાવવાથી બેથી ત્રણ દિવસમાં ચાંદા દૂર થઈ જાય છે.

તમે નારીયલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, જેમાં બળતરા વિરોધી ગુણધર્મો મળી આવે છે સાથે સાથે એન્ટિવાયરલ ગુણધર્મો પણ હોય છે, જે મોઢાના ચાંદા દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમારી રાતે સુતા પહેલા જે જગ્યાએ ચાંદા પડ્યા હોય તે જગ્યાએ નારીયલ તેલ લગાવી દેવું જોઈએ, જેનાથી તમને આરામ મળી શકે છે.

તમે ગ્લિસરીનનો ઉપયોગ કરીને પણ મોટાના ચાંદાને દૂર કરી શકો છો. આ માટે તમારે જે જગ્યાએ મોઢાના ચાંદા પડ્યા હોય તે જગ્યાએ ગ્લિસરીન લઈને લગાવી દેવું જોઈએ અને તેની લાળ ટપકવા દેવી જોઈએ. આ ઉપાય કરવાથી મોઢાના ચાંદા ચારથી પાંચ દિવસમાં દૂર થઈ શકે છે અને દુખાવો પણ મટે છે.

જો તમે મોઢાના ચાંદની પરેશાન છો તો તમારે સવારે ઊઠીને કેળાનું સેવન કરવું જોઈએ. કારણ કે, તેની તાસિર ઠંડી હોય છે અને તે તમારા શરીરને ઠંડક પહોંચાડે છે.

જેના લીધે ધીમે ધીમે મોઢાના ચાંદા પણ દૂર થઈ શકે છે. વળી તેમાં મળી આવતું ફાઇબર કબજિયાત, ગેસ, અપચો વગેરેથી પણ રાહત આપવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *