મિત્રો અત્યારની આ ભાગદોડ ભરી જીંદગીમાં વ્યક્તિઓમાં અનેક પ્રકારના શારીરિક રોગો જોવા મળે છે. વ્યક્તિઓ હાલના સમયમાં અનેક પ્રકારની સમસ્યાથી પીડાતા હોય છે.
મોટા ભાગના વ્યક્તિઓ ને પેટ સંબંધિત સમસ્યાઓ હોય છે, ઘણા બધા લોકોને હાડકા અને કમરના દર્દની સમસ્યા હોય છે, ઘણા લોકોને થાઇરોઇડ, બી.પી, ડાયાબિટીસ જેવી અનેક પ્રકારની સમસ્યાઓથી અત્યારનો માનવી પીડાઈ રહ્યો હોય છે.
અત્યારના સમયમાં ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની અસર જોવા મળે છે. મિત્રો હાલના સમયમાં બેઠાડું જીવન જીવવાને કારણે મોટાભાગના વ્યક્તિઓને શરીરમાં ચરબીના થર જામી જતા હોય છે જેના લીધે વ્યક્તિને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થતી હોય છે.
પેટની ચરબી ઉતારવા માટે આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે યોગાસન અને પ્રાણાયામ કરવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
આયુર્વેદમાં ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને પેટની ચરબી ઉતારવા માટેના કેટલાક આયુર્વેદિક ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ.
પેટની ચરબી ઓગાળવા માટે આજે અમે તમને આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કેટલાક આસન અને ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ આ આસન અને ઘરગથ્થુ ઉપચાર નિયમિત રીતે કરવાથી તમારા શરીરમાં રહેલી ચરબી આપોઆપ ઓગળવા લાગશે.
મિત્રો પહેલું આસન છે ઉતાનપાદા આસન. મિત્રો આ આસન કરવા માટે તમારે જમીન ઉપર સીધા સૂઈ જવાનું છે બંને હાથ સાથળ ને અડી ને સીધા રાખવાના છે. ત્યાર બાદ તમારે ઊંડા શ્વાસ લેવાના છે અને શ્વાસ રોકવાનો છે.
મિત્રો જ્યાં સુધી તમે શ્વાસ રોકો ત્યાં સુધી તમારે તમારા બંને પગ એક ફૂટ સુધી ઊંચા રાખવાના છે. જ્યારે તમે શ્વાસ છોડો ત્યારે તમારે બંને પગ ધીમે ધીમે નીચે લાવવાના છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે અને સાંજે ભૂખ્યા પેટે આ આસન દસ વખત કરવાથી તમારા પેટની ચરબી ઓગાળવા લાગે છે. ઉત્તાનપાદ આસન આસન કરવાથી તમારા શરીરના સ્નાયુઓ ખેંચાય છે અને તમારા પેટની ચરબી આપોઆપ ઓગળવા લાગે છે.
મિત્ર ત્યારબાદ બીજું આસન છે ભૂનમાન આસન. આ આસન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નિયમિત રીતે આ આસન કરવાથી તમારા પેટની ચરબી આપો આપ ઓગળવા લાગે છે. આ આસન કરવા માટે તમારે વજ્રાસનની સ્થિતિમાં બેસવાનું છે. ત્યારબાદ બંને હાથને પાછળની બાજુએ એકબીજા સાથે પકડવાના છે.
મિત્રો આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પેટની ચરબી ઓગાળવા માટે ફુદીનાના પાન લીલા ધાણા એક કટકો કાકડી અને થોડુંક આદુ લેવાનું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આદુનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
નિયમિત રીતે આદુનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે. ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં સૌપ્રથમ લીલા ધાણા કાપીને નાખી દેવાના છે. ત્યારબાદ કાકડીને નાની સમાડીને તેમાં ઉમેરી દેવાની છે તેવી જ રીતે આદુના નાના કટકા કરી અને સાથે ફુદીનો પણ ઉમેરી દેવાનો છે.
આ દરેક વસ્તુને પાંચ મિનિટ સુધી ગેસ ઉપર ગરમ કરવાનું છે. ત્યારબાદ તેને ગરણી વડે ગરીને હૂંફરું સેવન કરવાનું છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે આ ડ્રિંક્સ નું સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે અને શરીરનું વજન ઓછું થવા લાગે છે.
આયુર્વેદ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે લોકો નિયમિત રીતે સલાડ નો ઉપયોગ કરે છે તેમના શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના આયુર્વેદિક ઉપચાર કરવાથી અને નિયમિત રીતે યોગ પ્રાણાયામ કરવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે.