દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ હેરાન કરતી હોય છે. વળી આ બધી બીમારીઓ થવા પાછળનું કારણ આપણી આધુનિક જીવનશૈલી છે પરંતુ આ પૈકી કેટલી બીમારી એવી હોય છે જે આપણી ભૂલના લીધે શરૂ થાય છે અને ધીમે ધીમે તે મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.
વળી જાણકારીના અભાવે આ નાની બીમારી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. ત્યારે તેને કાબુમાં કરવી ખૂબ જટિલ બની જાય છે અને ઘણી વખત તો દવાઓ લીધા પછી પણ તેનાથી આરામ મળતો નથી.
આવી એક સમસ્યા નસ ચઢી જવી છે, જે સાંભળવામાં નાની લાગે છે પરંતુ જ્યારે તે કોઈ વ્યક્તિને હેરાન કરે તો તેનાથી મુક્તિ મેળવવી ખૂબ જ અઘરી માનવામાં આવે છે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને કમરમાં નસ ચડી જવી, ગરદનમાં નસ ચઢી જવી, નસ ઉપર નસ ચઢી જવી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે.
આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો અમલ કરીને તમે તરત જ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો અને તેનું સારું પરિણામ પણ પ્રાપ્ત થાય છે.
તમે ધ્યાન આપ્યું હતું ઘણા લોકો એક્સરસાઇઝ કરતા હોય છે અથવા તો જીમમાં કોઈ કાર્ય કરતા હોય છે ત્યારે તેમની નસ ચઢી જતી હોય છે અને તેઓ ખૂબ જ દુખાવાનો સામનો કરવો કરતા હોય છે.
તો ચાલો આપણે જાણીએ કે નસ ચઢી જવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કયા ઉપાય જમાવવા જોઈએ. આ ઉપાય એકદમ સરળ છે અને તેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છ.
આ માટે તમારે સૌથી પહેલા એક વાસણ લેવાનું રહેશે અને તેમાં ત્રણથી ચાર ચમચી તલનું તેલ ઉમેરવાનું રહેશે. ત્યારબાદ તેમાં એક ચમચી કપૂરનું ટુકડો ઉમેરી લેવાનો રહેશે. હવે આ બધાને મિક્સ કરીને તેને ગેસ ઉપર નવશેકું ગરમ કરી લેવાનું છે.
ત્યારબાદ તેની નીચે ઉતારીને અસરગ્રસ્ત જગ્યાએ માલિશ સ્વરૂપે લગાવવાનું રહેશે. જો તમે પાંચથી સાત મિનિટ સુધી સતત આ તેલથી માલિશ કરો છો તો તમારી નસ ચઢી જવાની સમસ્યાથી મુક્તિ મળે છે અને દુખાવો પણ તરત જ દૂર થઈ જાય છે.
આ સિવાય તમે અન્ય ઉપાય પણ કરી શકો છો આ માટે તમારે સૌથી પહેલા બરફનો ટુકડો લઈને તેને પોલીથીનની થેલીમાં ભરી દેવાનો છે અને તેનાથી અસરગ્રસ્ત જગ્યાની માલિશ કરવાની છે. જો તમે પાંચથી દસ મિનિટ સુધી બરફની મદદથી નસ પર માલિશ કરો છો તો તે નસની સમસ્યાથી છુટકારો મળી જાય છે અને નસ છૂટી પડે છે.
જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારે બીજા લોકો સાથે શેર કરીને તેમને પણ માહિતગાર કરવા જોઈએ જેથી કરીને તેઓ પણ તેનો લાભ લઈ શકે.