દોસ્તો સામાન્ય રીતે આપણે બધા સ્વસ્થ રહેવા માટે ઘણા બધા પ્રયાસ કરતા રહેતા હોઈએ છીએ અને ઘણી વખત તો આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણે નાની-નાની બાબતોનું ધ્યાન રાખતા નથી.
જેના લીધે તે પાછળ જતા મોટી સમસ્યાઓનું કારણ બનતું હોય છે. આવી એક સમસ્યા કાનમાં મેલ જમા થઈ જવો છે, જેની આપણે અવગણના કરતા હોઈએ છીએ.
જ્યારે આપણા કાનમાં મેલ જમા થઈ જાય છે ત્યારે આપણે ખોટી રીતે તેને બહાર કાઢવાનું કામ કરતા હોઈએ છીએ. જે તમારા માટે નુકસાનનું કારણ બને છે અને કાનનો દુખાવો પણ શરૂ થઈ જતો હોય છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કાનના દુખાવો થવા પાછળના કારણો અને તેને દૂર કરવાના કેટલા ઘરેલુ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જો તમારા કાનમાં વધારે મેલ જમા થઈ ગયો હોય, પાણી ભરાઈ ગયું હોય કાનને યોગ્ય રીતે સફાઈ ન થઈ હોય તો તમે કાનના દુખાવો નું કારણ બની શકો છો. હવે જાણીએ કે કાનનો દુખાવો દૂર કરવા માટે કયા ઉપાયોનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમારા કાનમાં વધારે મેલ જમા થઈ ગયો હોય તો તમારે કોટન સ્લેબ નો ઉપયોગ વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ માટે તમારે કાનનો દુખાવો દૂર કરવા માટે આદુનો રસ કાઢી લેવો જોઈએ અને તેના બે ટીપા કાનમાં ઉમેરી દેવા જોઈએ, જેનાથી કાનનો દુખાવો દૂર થાય છે અને મેલ આપ મેરે બહાર નીકળી આવે છે.
તમે કાનના દુખાવાને દૂર કરવા માટે તુલસીનો પણ ઉપયોગ કરી શકો છો. તુલસી આર્યુવેદિક ઔષધી છે, જેનો તમે રસ કાઢી લો છો અને તેના બેથી ત્રણ ટીપા કાનમાં ઉમેરી દો છો તો કાનનો દુખાવો દૂર થઈ જાય છે.
જો તમને કાનમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હોય તો તમારે થોડું મીઠું લઈ તેને ગરમ કરી લેવું જોઈએ અને તેને એક કપડામાં બાંધી આ કપડાને કાનની દુખાવાની જગ્યા પર દબાવવામાં આવે તો કાનનો દુખાવો દૂર થાય છે.
આ જ રીતે તમે ડુંગળીનો ઉપયોગ કરીને પણ કાનનો દુખાવો દૂર કરીને મેલ બહાર કાઢી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા ડુંગળીનો રસ કાઢી લેવો જોઈએ અને તેમાં રૂ ડુબોવી કાનમાં બે ટીપા નાખવા જોઈએ. આમ કરવાથી કાનના દુખાવામાં રાહત મળે છે.