દોસ્તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના શરીરને એકદમ સ્વસ્થ બનાવીને રાખવાનો પ્રયત્ન કરતો હોય છે અને આ માટે તે વિવિધ પ્રકારની વાતોનું ધ્યાન પણ રાખતો હોય છે પરંતુ ઘણી વખત જાણે-અજાણે આપણે એવી વસ્તુઓનું સેવન કરી લેતા હોઈએ છીએ જે આપણા શરીરને પોષણ આપવાની બદલે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.
વળી આજના આધુનિક સમયમાં ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાની ટેવોને લીધે વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખવામાં અસમર્થ છે અને તેના લીધે વિવિધ પ્રકારની જોખમ બીમારીઓનું જોખમ પણ રહેતું હોય છે.
જ્યારે તમે હેલ્થી ખોરાક ખાતા નથી ત્યારે તેની અસર તમારી કીડની ઉપર થતી હોય છે અને કિડની ધીમે ધીમે કમજોર થવા લાગે છે અને ઘણી વખત તો કિડની ફેલ થવાનું પણ કારણ બનતું હોય છે. આવી સ્થિતિમાં કિડનીને એકદમ સ્વસ્થ અને સાફ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનો અમલ કરીને તમે કિડનીને એકદમ સ્વસ્થ રાખી શકો છો અને બધા જ કચરાને બહાર કાઢી શકો છો.
તમે કિડનીને સ્વસ્થ રાખવા માટે કિસમિસ અને સૂકા ધાણા નું પાણી પી શકો છો. જે તમારી કિડનીને સ્વસ્થ અનેક સાફ બનાવવામાં કામ કરે છે અને તેમાં જામી ગયેલું બધું જ કચરો બહાર કાઢે છે.
આ સિવાય જો તમને પથરી ની સમસ્યા હેરાન કરી રહી હોય તો તે પત્નીની સમસ્યાથી પણ રાહત આપવામાં મદદ કરે છે. હકીકતમાં આ બંને વસ્તુઓ આયુર્વેદિક છે અને તેનો ઉપયોગ કરીને તમે શરીરમાં જામી ગયેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢી શકો છો.
તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવું જોઈએ અને તેને ગેસ ઉપર મૂકી દેવું જોઈએ. ત્યારબાદ તેમાં સૂકા ધાણા ને ઉમેરી દેવા જોઈએ અને પાણીને બરાબર ગરમ થવા દેવું જોઈએ.
જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી લેવું જોઈએ અને જ્યારે તે ઠંડું પડે ત્યારે તેને ફિલ્ટર કરીને તેનું સેવન કરવું જોઈએ. જો તમે થોડા દિવસ સુધી આ કરશો તો તમારી કિડનીમાં જામી ગયેલા ખરાબ પદાર્થો બહાર નીકળી જશે.
તમે કિસમિસનું પાણી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. આ માટે તમારે રાતે સુતા પહેલા કિસમિસને પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે વહેલા ઊઠી આ પાણીને ગરમ કરી લેવું જોઈએ અને ઠંડુ પડે ત્યારે તેનું સેવન કરવું જોઈએ.
ત્યારબાદ કિસમિસના દાણા ખાઈ લેવા જોઈએ. આ ઉપાય કરવાથી પણ શરીરમાં રહેલા વધારાના પદાર્થો બહાર નીકળી જાય છે અને ખરાબ બેક્ટેરિયાઓ દૂર થાય છે, જેનાથી તમારી કિડની યોગ્ય રીતે કાર્ય કરી શકે છે.