દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો ભોજન કરી લીધા પછી મુખવાસમાં વરીયાળીનું સેવન કરતા હોય છે. વળી વરીયાળી નો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ કરવામાં આવતો હોય છે, જે એકદમ સ્વાદિષ્ટ હોય છે અને તે ઘણા બધા પોષક તત્વોથી સમૃદ્ધ પણ હોય છે.
વરિયાળીને મુખવાસ તરીકે લેવામાં આવે તો આપણે જે પણ ખોરાક ખાધું હોય છે તે આસાનીથી પચી જતો હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો ભોજન પછી તરત જ મુખવાસમાં વરિયાળી ખાતા હોય છે પરંતુ મોટાભાગના લોકો વરિયાળીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે અજાણ હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વરિયાળીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
હકીકતમાં વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમ કે પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન ઈ, વિટામીન એ વગેરે… જે શરીરના કોઈપણ પ્રકારના રોગોને દૂર કરી શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
વરિયાળીમાં ઉચ્ચ પ્રમાણનું ફાઇબર પણ મળી આવે છે જે તમારી પાચનશક્તિ સુધારવામાં મદદ કરી શકે છે. જો તમે શેકેલી વરીયાળી નું સેવન કરો છો તો તમારે પેટની લગતી સમસ્યાઓ જેમ કે ગેસ, કબજિયાત, અપચો વગેરેનો સામનો કરવો પડતો નથી અને તમારું પેટ એકદમ સાફ રહે છે.
તમે વરીયાળી નો ઉપયોગ કરીને પોતાની યાદશક્તિમાં પણ સુધારો કરી શકો છો. જે લોકોને ભૂલવાની બીમારી રહેતી હોય તેવા લોકોએ અવશ્ય વરીયાળીનું સેવન કરવું જોઈએ. આ લોકોએ એક વાટકી દૂધ ગરમ કરી તેમાં એક ચમચી વરીયાળી ઉમેરી દેવી જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ, જેનાથી યાદ શક્તિમાં ઘણો વધારો થઈ શકે છે.
રાતે દૂધમાં વરિયાળી મિક્સ કરી લેવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો તમારે માનસિક તણાવ અને ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વળી તેનું સેવન કરવાથી તમે રાતે અનિદ્રાથી પણ છુટકારો મેળવી શકો છો અને તમને સારી ઊંઘ આવે છે.
શરીરમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી જાય છે ત્યારે મોઢામાં ચાંદા પડતા હોય છે પરંતુ જ્યારે તમે વરિયાળીને પાણીમાં ઉમેરી તેને ગરમ કરી લો છો અને તેનું સેવન કરો છો તો પણ તમારા મોઢાના ચાંદા દૂર થઈ શકે છે અને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
જો તમને વધારે પ્રમાણમાં થાક લાગ્યો હોય અને શરીરમાં નબળાઈ આવી ગઈ હોય તો તમારે એક વાટકી દૂધ લેવું જોઈએ અને તેમાં વરિયાળી તથા સાકર ઉમેરી તેને બરાબર હલાવી લેવું જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ, તેનાથી શરીરની કમજોરી દૂર થાય છે અને તમે ઉર્જાવાન રહીને કામ કરી શકો છો.
આજના સમયમાં બહાર વાતાવરણ એકદમ પ્રદૂષિત થઈ ગયેલ હોવાને કારણે મોઢા ઉપર ખીલ અને ડાઘની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ તમે તેને દૂર કરવા માટે વરીયાળી નો ઉપયોગ કરી શકો છો હકીકતમાં તમે ભોજન કર્યા પછી મુખવાસ પાિયાળીનું સેવન કરો છો તો તેનાથી તમારું લોહી એકદમ શુદ્ધ બની જાય છે અને ચહેરા ઉપર તેની ખરાબ અસર જોવા મળતી નથી.
જો તમે ગરમ પાણી સાથે વરિયાળી મિક્સ કરીને પીળો છો તો તમારી પેટની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે અને વજન પણ કાબુમાં આવી જાય છે. વળી જે લોકોને મોઢામાં દુર્ગંધ આવતી હોય તેવા લોકો પણ વરિયાળીનું સેવન કરીને તેની આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.