મિત્રો અત્યારના સમયમાં ઘણા વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. મિત્રો જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે તેવા લોકોને દિવસ દરમિયાન તેમણે તેમના કામમાં મન લાગતું નથી.
દિવસ દરમિયાન તેમણે બેચેની અરુચિ રહ્યા કરે છે. મિત્રો કબજિયાત રહેવાના કારણે શરીરમાં અનેક પ્રકારના નવા નવા રોગો ઉત્પન્ન થાય છે. જેવી રીતે મોટાપણું પેટને લગતી દરેક સમસ્યાઓ થવા લાગે છે. હાઈ બીપી, અપચો, એસીડીટી, વાયુ ગેસ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે.
મિત્રો જો રોજ સવારે તમારું પેટ સાફ થતું ન હોય તો તેના માટે તમારે તજ અને મધ આ બંનેનું મિશ્રણ કરીને શરબત તૈયાર કરવાનું છે અને તે શરબત પીવાનું છે. આ શરબત પીવાથી તમને કબજીયાત ની સમસ્યા દૂર થશે.
મિત્રો તજમાં એન્ટી ફંગલ્સ, એન્ટિવાયરલ એન્ટિબેક્ટેરિયલ ગુણો રહેલા છે. મિત્રો તે ઉપરાંત મધમા એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે.
મિત્રો જો રોજ સવારે તમે આ શરબતનું સેવન કરો છો તો તમારા શરીરમાં કબજિયાતની સમસ્યા રહેશે નહીં તે ઉપરાંત આ શરબત પીવાથી શરીરમાંથી અનેક રોગો દૂર થશે.
મિત્રો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે તેને નવશેકું કરીને તેમાં એક ચમચી તજ પાવડર નાખવાનો છે. એક ચમચી મધ નાખીને તેને સારી રીતે હલાવું અને તેને થોડીવાર માટે રાખી દેવું ત્યાર પછી તેનું સેવન કરવાથી સમસ્યા દૂર થાય છે.
મિત્રો જે લોકોને રોજ સવારે પેટ સાફ થતું નથી તેવા લોકોએ કાકડી અને ફુદીના માંથી બનાવેલું શરબત પીવાનું છે.
મિત્રો રોજ સવારે કાકડી નો જ્યુસ બનાવી લેવું તેમાં ફુદીનાના છ સાત પાન નાખીને તેને સારી રીતે પીસી લેવું અને ત્યાર પછી આ પીણું તૈયાર કરવો રોજ સવારે આ પીણું પીવાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે અને તમને કોઈપણ સમસ્યા રહેશે નહીં.
મિત્રો જે લોકોને વધારે પડતી કબજિયાતની સમસ્યા હોય તેવા લોકોએ સવારે ઊઠીને એક કપ દહીંમાં બે ચમચી ઇસબગુલ નાખીને તેને થોડીવાર માટે રહેવા દેવું અને ત્યાર પછી તેનું સેવન કરો. આ ઉપચાર કરવાથી તમારા કબજિયાતને સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે.