આયુર્વેદ

એસિડિટી થઈ હોય તો આટલું ખાઈ લ્યો, નહીં ખાવી પડે કોઈ દવા.

મિત્રો બજારમાં મળતા તીખું થયેલું મસાલા વાળું ખોરાક ખાવાથી ઘણા વ્યક્તિઓને એસિડિટીની સમસ્યા થતી હોય છે. મિત્રો જે લોકોને એસીડીટી થતી હોય તેવા લોકોએ વેલા વાળા શાક ખાવા જોઈએ.

જેવા કે, દૂધી, ટીંડોળા, પરવર, તુરીયા, ગાજર અને શકરીયા જેવા કંદમૂળ લઈ શકાય છે. અત્યારના સમયમાં અનેક પ્રકારની નાની મોટી બીમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આહારવિહાર કરવામાં આવે તો સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.

મિત્રો અનાજમાં ઘઉં ચોખા રાજ ગરો મોરૈયો સામો મકાઈ આ બધી વસ્તુ ના અલગ અલગ વ્યંજનો બનાવીને ખાઈ શકાય છે. કઠોળમાં મગ મઠ ફોતરા વગરની દાળ મિત્રો એસીડીટી માં દૂધ ઘી મધ વગેરે વસ્તુઓ ખાઈ શકાય છે.

મિત્રો એસીડીટી વાળા વ્યક્તિ હોય લીંબુ પાણી કર્યા પદાર્થો લઈ શકાય છે અને ફળોમાં નારીયલ પાણી કુદરતી રીતે પાકેલી કેરી તરબૂચ ચીકુ કેળા આ બધી વસ્તુ લઈ શકાય છે પરંતુ તેને મર્યાદિત લેવી જોઈએ.

મિત્રો ઘી તેલ અને માખણ મર્યાદિત માત્રામાં લેવાથી એસીડીટી થતી નથી. મિત્રો જ્યારે એસિડિટી ની સમસ્યા વધારે પ્રમાણમાં હોય ત્યારે ગાયના દૂધમાં રાંધેલા ભાત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો એસીડીટી માં દૂધની ખીર બનાવીને ખાવાથી તેનાથી રાહત મળે છે અને તે સુપાચ્ય છે જે જલ્દીથી પચી જાય છે.

મિત્રો એસીડીટી માં આમળાનો રસ દુધીનો રસ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો એસીડીટી માં વરીયાળીનું શરબતનું સેવન કરવાથી તે તરત જ એસિડિટી ઓછી કરી દે છે.

મિત્રો કાળી દ્રાક્ષના 30 દાણા સવારે પલાળીને રાત્રે તેને ચોળીને તે પાણીમાં જીરું પાવડર નાખીને તે પાણીનું સેવન કરવું જોઈએ અને રાત્રે પલાળીને તે પાણીનું સવારે સેવન કરવું છે એનાથી એસિડિટીમાં રાહત થાય છે.

મિત્રો બીજા તળેલા મસાલાવાળા ખોરાક લેવાથી એસિડિટી વધે છે જે આપણને તેના લીધે બળતરા થવા લાગે છે. મિત્રો વધારે પડતા વિચારશીલ રહેવાથી પણ એસીડીટી ની સમસ્યા થાય છે.

મિત્રો આપણો મન કાર્યમાં લગાવીએ અને કોઈ પણ જાતની ચિંતા ન કરીએ તેનાથી એસીડીટી નું શમન થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારનો આહારવિહાર કરવામાં આવે તો એસિડિટીની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *