આયુર્વેદ

જૂનામાં જૂની કબજિયાત પણ થઈ જશે દુર, રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લેવી, સવારે પેટ આવી જશે સાફ.

શરીરના દરેક રોગનું મૂળ પેટ હોય છે. પેટ ખરાબ હોય એટલે સૌથી પહેલા કબજિયાત થાય છે અને તેની સાથે જ શરીરમાં અન્ય રોગ પણ વધવા લાગે છે.

આમ થવાનું કારણ હોય છે કે કબજિયાત ના કારણે આંતરડામાં મળ જામી જાય છે અને તેમાં સડો થતાં તેમાં બેક્ટેરિયા થવા લાગે છે.

આ બેક્ટેરિયા શરીરમાં ફેલાય છે અને અલગ અલગ રોગ ઉભા કરે છે. તેથી શરીરને નીરોગી રાખવા માટે સૌથી પહેલા જરૂરી છે કે આંતરડામાં જામેલા મળને સારી રીતે સાફ કરવામાં આવે.

જો પેટ બરાબર સાફ થતું ન હોય તો કબજિયાતની સાથે એસિડિટી ગેસ જેવી તકલીફો પણ થાય છે. ક્યારે આજે તમને કબજિયાત દૂર કરવાનું અને આંતરડાને એકદમ સાફ કરવાનો ઉપાય જણાવીએ.

આ ઉપાય કરવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટી જાય છે કારણ કે આંતરડામાં જામેલો ધીરે ધીરે છૂટો પડીને બહાર નીકળવા લાગે છે. આ ઉપાય કરવાથી તમને પણ પેટમાં હળવાશ અનુભવાશે.

આ ઉપાય કરવાથી કબજિયાત સહિતની તકલીફો દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાની શરૂઆત કરશો એટલે તમને પેટના કોઈ પણ રોગની ફરિયાદ રહેશે નહીં. આ ઉપાય કરવા માટે તમારે દૂધ અને એરંડિયા ની જરૂર પડશે.

એરંડિયાના તેલમાં રેચક ગુણ હોય છે જે કબજિયાતને જળ મૂળથી મટાડે છે.તેના માટે એક વાટકી દૂધને ગરમ કરો અને પછી તેને નીચે ઉતારીને એક કપ દૂધમાં એક ચમચી એરંડિયાનું તેલ ઉમેરીને પી જવું.

સુવાની 30 મિનિટ પહેલા આ દૂધ પી લેવાનું છે. ઊંઘ કર્યા પછી સવારે તમે જાગશો એટલે મળ ત્યાગની ઈચ્છા થશે અને પેટ બરાબર રીતે સાફ આવી જશે.

જો તમને ઘણા સમયથી કબજિયાત રહેતી હોય તો તમે સપ્તાહમાં બેથી ત્રણ વખત આ ઉપાય કરી શકો છો તેનાથી આંતરડા એકદમ સાફ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *