મિત્રો જ્યારે શરીરમાં વિટામીન એ ની ઉણપ સર્જાય છે ત્યારે સૌથી પહેલી અસર આંખને થવા લાગે છે. વિટામીન એ ની ઉણપના કારણે આંખ નબળી પડી જાય છે અને નંબર વધવા સહિતની તકલીફો થાય છે.
આંખનું સ્વાસ્થ્ય જોડવાઈ રહે તે માટે જરૂરી છે કે શરીરને વિટામીન એ મળે. વિટામીન એ આંખને સ્વસ્થ રાખે છે અને સાથે જ અનેક રોગ સામે રક્ષણ પણ કરે છે. જો વિટામિન એ ની ઉણપ હોય તો આંખ નબળી પડી જાય છે અને નંબર પણ આવે છે.
આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે વિટામીન એથી ભરપૂર છે અને તેનું સેવન કરવાથી આંખ નબળી પડતી નથી. જો તમારી આંખ નબળી છે અને તમને નંબર પણ છે તો આ વસ્તુનું સેવન કરવાથી આંખની નબળાઈ દૂર થાય છે.
ગાજર – ગાજરમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેમાં આયર્નનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી તે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. તેનો ઉપયોગ સલાડમાં કે જ્યુસ તરીકે કરી શકાય છે.
લીલા શાકભાજી – લીલા પાનના શાકભાજીમાં વિટામીન એ ઉપરાંત અન્ય પોષક તત્વો પણ ભરપૂર હોય છે તેનાથી આંખનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે.
ઘણા બાળકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જતા હોય છે તેવામાં આ વસ્તુઓનું સેવન કરાવવાથી આંખની નબળાઈ દૂર થાય છે.
આ ઉપરાંત આંખની તંદુરસ્તી જાળવી રાખવા માટે કઠોળનું સેવન પણ કરવું જોઈએ. દૈનિક આહારમાં શક્કરિયા દહીં પપૈયા સોયાબીન બીટ જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઈએ.
લીલા ધાણા – લીલા ધાણા નો રસ કાઢીને પીવાથી આંખ ના નંબર દૂર થશે. તેનાથી શરીર માં ઠંડક પણ થશે.