મિત્રો પલાળેલી મેથી ખાવાથી શરીરને આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ સોડિયમ ફોલિક એસિડ જેવા પોષક તત્વો મળે છે. તેમાં ફાઇબર પ્રોટીન સહિતના પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે.
મેથીને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને ખાવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે ખાસ કરીને કિડની સંબંધીત સમસ્યાઓ દવા વિના દૂર થઈ શકે છે.
પલાળેલી મેથી ખાવાથી પાઈલ્સની તકલીફ પણ મટે છે. તેના માટે રાત્રે પાણીમાં મેથીને પલાળી દેવી અને સવારે તેનું સેવન કરવાથી સમસ્યા દૂર થાય છે.
પલાળેલી મેથીનું નિયમિત રીતે સેવન કરવાથી ત્વચા અને વાળ પણ સુંદર અને સ્વસ્થ બને છે. તેનું સેવન કરવાથી ચહેરા પરથી ખીલ દૂર થાય છે અને ખરતા વાળ ની તકલીફ પણ મટે છે. તેનાથી વાળ મજબૂત બને છે.
જે લોકોને સંધિવાની સમસ્યા હોય તેમણે પલાળેલી મેથી ખાવાથી આ સમસ્યા માંથી મુક્તિ મળે છે. મેથી નો ઉપયોગ રોજ કરવાથી વાળ માં ટાલ પડવાની સમસ્યાથી છુટકારો મળે છે.
જે લોકોના શરીરમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત ન રહેતું હોય તેમણે પલાળેલી મેથી ખાવી જોઈએ. તેનાથી ડાયાબિટીસમાં પણ રાહત મળે છે.
પલાળેલી મેથી સવારે ખાલી પેટ ખાવાથી વજન પણ ઘટે છે. તેનું સેવન કરવાથી કિડની પણ સ્વસ્થ રહે છે. કારણ કે સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાથી શરીરમાંથી હાનિકારક તત્વો નીકળી જાય છે.
પુરુષોમાં જો શુક્રાણુની સંખ્યા અને ગુણવત્તા નબળી હોય તો પલાળેલી મેથી તેમને રોજ ખાવી જોઈએ. તેનાથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે અને હોર્મોન્સ પણ સંતુલિત રહે છે.
પલાળેલી મેથી ખાવાથી ટેસ્ટરોનનું સ્તર નિયંત્રિત રહે છે અને વંધતત્વની સમસ્યા દૂર થાય છે.