મિત્રો ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ સવારે ઊઠીને દોડધામના કારણે ફક્ત ચા પીવાનું રાખે છે અને નાસ્તો કરતા નથી. તો વળી કેટલાક લોકો એવા હોય છે જે ચા સાથે બિસ્કીટ ખાઈ લેતા હોય છે અને પછી બપોરે ભરપેટ જમે છે.
જો તમે પણ સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરતા નથી અને બપોરે જ સીધું જમો છો તો તમારા શરીર ઉપર ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. જે લોકો સવારે નાસ્તો કરતા નથી તેમને કેટલીક ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
સવારે નાસ્તો કરવો એટલા માટે પણ જરૂરી છે કે સવારનો નાસ્તો શરીરને દિવસ આખો કામ કરવાની એનર્જી આપે છે અને મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે. જો તમે સવારે નાસ્તો નથી કરતા તો તમને નીચે દર્શાવ્યા અનુસાર સમસ્યા થઈ શકે છે.
1. એક સંશોધન અનુસાર સવારે નાસ્તો ન કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. સાથે જ હોર્મોન્સ પણ અસંતુલિત રહે છે જેના કારણે સ્થૂળતા ની સમસ્યા થાય છે તેમજ હાર્ટ એટેક અને બ્લડપ્રેશર થવાની શક્યતા પણ વધી જાય છે.
2. જો સવારે નાસ્તો કરવામાં નથી આવતો તો શરીરને જરૂરી પોષક તત્વો મળવામાં સાત કલાક સુધીનો ગેપ પડી જાય છે. આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સવારનો નાસ્તો વિટામિન અને મિનરલ થી ભરપૂર હોવો જોઈએ. તેનાથી શરીરને એનર્જી મળે છે.
3. સવારે નાસ્તો ન કરવાથી બ્લડ શુગર લેવલ પર અસર થાય છે. સવારે ભૂખ પણ જલ્દી લાગે છે અને ગુસ્સો પણ આવે છે તેનાથી બ્લેક સુગર લેવલ વધે છે અને મૂડ પણ ખરાબ રહે છે.
4. જે લોકો સવારે નાસ્તો નથી કરતા તેમનું મેટાબોલિઝમ ધીરું પડી જાય છે અને ચયાપચયની ક્રિયાને પણ વેગ મળતો નથી. તેના કારણે શરીર ઓછી કેલેરી બંધ કરે છે અને શરીરમાં વજન વધવા લાગે છે.
5. સવારનો નાસ્તો હંમેશા પ્રોટીનયુક્ત હોવો જોઈએ. જો તમે સવારે સમોસા કચોરી જેવી તેલ યુક્ત વસ્તુઓ ખાવ છો તો તેનાથી પણ નુકસાન થશે. સવારનો નાસ્તો ઈંડા પ્રોટીન પાવડર જેવી વસ્તુઓથી ભરપૂર હોવો જોઈએ.
6. જો સવારે તમે નાસ્તો નથી કરતા તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જશે. તેનાથી શરીરના કોષની નુકસાન થાય છે.
7. સવારે નાસ્તો ન કરવાથી વારંવાર જંગ ફૂડ ખાવાનું મન થાય છે પરિણામે વજન પણ ઝડપથી વધે છે. સવારે છો? નાસ્તો કરવાનું સમય ન હોય તો ઓફિસ જતાં એક સફરજન અથવા તો એક બાફેલું ઈંડું ખાઈ લેવું જોઈએ.
8. જે લોકો સવારે નાસ્તો નથી કરતા તેઓ સ્થૂળતા તરફ આગળ વધે છે. સવારનો નાસ્તો ન કર્યો હોવાથી વારંવાર ભૂખ લાગે છે અને જરૂર કરતાં વધુ ખવાઈ જાય છે પરિણામે વજન ઝડપથી વધે છે.