મિત્રો ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે અને તેમાં વાયરલ ઇન્ફેક્શન તાવ શરદી ઉધરસ જેવી સમસ્યાઓ વધારે પ્રમાણમાં રહેતી હોય છે. મિત્રો તાવ આવે ત્યારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો જો તમને તાવ આવે ત્યારે સવારે નાસ્તામાં ઘઉં નો બનાવેલો ખાખરો અથવા તો બાફેલા મગનું સેવન કરી શકો છો. તે ઉપરાંત મગનું સૂપ બનાવીને તેનું સેવન કરી શકો છો મિત્રો આ ખોરાક સુપાચ્ય છે એટલે કે જલ્દીથી પચી જાય તેવા છે.
મિત્રો આવા ખોરાક લેવાથી શરીરમાં જે તાવની ગતિ વધવા લાગે છે તે ઓછી થવા લાગશે અને તેનાથી તાવ પણ ધીમે ધીમે દૂર થશે.
મિત્રો બપોરના સમય મગ, મગનું સૂપ, અને મગ ભાત જેવો હલકો ખોરાક લેવાનો છે. મિત્રો જો બપોરના સમયે મગ ભાત ન ભાવે તો દાળ ભાત પણ લઈ શકાય છે. મિત્રો રાતના સમયે તમારી હળદરવાળી ઢીલ ખીચડીનું સેવન કરવાનું છે.
મિત્રો તાવ આવે ત્યારે ફળોમાં સફરજન અને પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો આ ફળોનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
શરીરમાં નબળાઈ રહેતી નથી અને તાવ પણ ઓછો થવા લાગે છે. મિત્રો આ ખોરાક એવો છે કે જે સારી રીતે બચી શકે છે તાવ આવે ત્યારે આવો ખોરાક લેવાથી ઉલટી ઉબકા બેચેની જેવું રહેતું નથી.
મિત્રો હળદર વાળી ખીચડી ખાવાથી પણ આપણા શરીરમાં તાવ શાંત થવા લાગે છે અને જો શરીરમાં કફની પ્રકૃતિ હોય તો કફ પણ ધીમે ધીમે મટવા લાગે છે.
મિત્રો જો ભારે ખોરાક લેવામાં આવે તો તે પચવામાં ભારે રહે છે અને તેનાથી એસિડિટી કબજિયાત ગેસ થવાની સંભાવના રહે છે. જેથી કરીને તાવ આવે ત્યારે આ પ્રકારનો હલકો ખોરાક લેવો જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય તેની દવા લેવી જોઈએ.
મિત્રો તાવ આવે ત્યારે દૂધ દહીં કે છાશ આ પ્રકારનું પ્રવાહી લેવાનું નથી જો લેવામાં આવે તો તાવ ડબલ ગતિ એ વધવા લાગે છે. મિત્રો જ્યારે તાવ આવે ત્યારે ઘી ,તળેલા નાસ્તા, કાકડી, મૂળો, ડુંગરી, બ્રેડ, ઢોકળા ઈડલી, સાઉથ ઇન્ડિયન ફૂડ, કોઈપણ બજારમાં મળતું ફૂડ ખાવાનું નથી અને ઘરે સાદુ ભોજન લેવું જોઈએ.
મિત્રો જે આગળ ખોરાક જણાવેલો છે જો તાવ આવે ત્યારે તે ખોરાકનું સેવન કરશો તો તાવ ઓછો થવા લાગશે અને જો તમે બીજો કોઈપણ બજારનો ખોરાક લેશો તો તાવ તેનાથી પણ વધારે થવા લાગશે.
મિત્રો ગમે તે પ્રકારનો તાવ આવે ત્યારે તે સમયે યોગ્ય ખોરાક અને યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના હોય છે તેવા સમયે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય રીતે સારવાર લેવી જોઈએ અને તે પ્રમાણે ખોરાક લેવો જોઈએ.