દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને વધુ પ્રમાણમાં કોમ્પ્યુટર અને મોબાઇલ સ્ક્રીન પર સમય પસાર કરવાને લીધે આંખના નંબરનો સામનો કરવો પડતો હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિને આંખના નંબર આવી જાય છે તો તેને જિંદગીભર ચશ્મા પહેરવા પડતા હોય છે.
આ સમસ્યા શરૂઆતના સમયમાં મોટા લોકોને જોવા મળતી હતી પરંતુ આજના સમયમાં નાના બાળકોને પણ આંખના નંબર હોવાનું સામે આવ્યું છે. વળી ઘણા લોકો આંખના નંબર દૂર કરવા માટે ઓપરેશન કરાવતા હોય છે, જે ખૂબ જ ખર્ચાળ હોય છે.
આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલુ ઉપાયોજમાં આવીને પોતાના આંખના નંબરથી છુટકારો મેળવી શકો છો અને તમારે ક્યારેય ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી. તો ચાલો આપણે જાણીએ કે આંખોના નંબર દૂર કરવા માટે તમારે કયો ઘરેલુ ઉપાય કરવો જોઈએ.
આ માટે તમારે સૌથી પહેલા એક ચૂર્ણ બનાવવાનું રહેશે. આ ચૂર્ણ બનાવવા માટે તમારે ત્રણ વસ્તુની આવશ્યકતા પડશે. તેમાં વરિયાળી, બદામ અને સાંકળની જરૂર પડશે. આ ત્રણેયમાંથી 50-50 ગ્રામ સરખી માત્રામાં બધું જ લઈ લેવાનું છે અને ત્રણેયને મિક્સ કરીને બારીક પાવડર બનાવી લેવાનો છે.
હવે આ પાવડરને કાચની બોટલમાં ભરીને સવારે અને સાંજે ગાયના દૂધમાં મિક્સ કરીને લેવાનો રહેશે. જો તમે સવારે બ્રશ કર્યા પહેલા આ ઉપાય કરો છો તો તમને ઝડપથી સારું પરિણામ જોવા મળે છે.
જો તમે દરરોજ આ ઉપાય કરશો તો તમારા નંબર એક મહિનામાં ઘણા અંશ સુધી ઓછા થઈ જશે અને તમે ત્રણથી ચાર મહિના ઉપાય કરશો તો તમારે ચશ્મા પહેરવાની જરૂર પડશે નહીં અને આંખો એકદમ તેજસ્વી બની જશે.
જો તમને આંખોના નંબર નથી અને તમે આંખોના નંબર લાવવા પણ માંગતા નથી તો તમારે આ ચૂર્ણનું સેવન મહિનામાં સાત દિવસ કરવાનું રહેશે, જેનાથી આંખોની કમજોરી દૂર થાય છે અને તમે કોઈપણ વસ્તુને સારી રીતે જોઈ શકો છો.
જો તમને આંખોમાં બળતરા થતી હોય, પાણી આવતું હોય અથવા તો અન્ય કોઈ સમસ્યા થઈ રહી હોય તો પણ આ ચૂર્ણ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. કારણકે આ ચૂર્ણની તાસિર ઠંડી હોય છે, જે તમારી આંખોને ઠંડક આપવામાં મદદ કરે છે.
આ સિવાય તમે એક બીજો ઉપાય પણ કરી શકો છો આ માટે તમારે સરસવના તેલની જરૂર પડશે. આ માટે તમે જ્યારે રાતે સુઈ રહ્યા હોય તેના 30 મિનિટ પહેલા એક ડોલમાં ઠંડુ પાણી લઈને પોતાના બંને પગ ડબોડી રાખવા જોઈએ.
તેને 15 થી 20 મિનિટ તેમાં રાખીને સાફ કરી લેવા જોઈએ. ત્યારબાદ તમારે સરસવનું તેલ લેવાનું રહેશે અને 10 મિનિટ સુધી પગના તળિયા ની માલિશ કરવાની રહેશે. આ ઉપાય કરવાથી પણ આખો તેજસ્વી બને છે અને ધીમે ધીમે આંખના નંબર દૂર થઈ જાય છે.