આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સર્વ રોગો નું મૂળ ત્રિદોષ છે. જ્યારે આપણા શરીરમાં વાયુ કફ અને પિત્ત નું બેલેન્સ બગડે ત્યારે અનેક પ્રકારના ભયંકર રોગો થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે આપણે આપણા શરીરમાં વાયુ કફ અને પિત્તની યોગ્ય રીતે સારવાર કરીએ અને તેને શરૂઆતમાં જ દૂર કરી દઈએ તો અનેક પ્રકારના ગંભીર રોગોથી બચી શકાય છે.
આ પ્રકારના રોગો થવાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર યોગ્ય રીતે આહારવિહાર નું ધ્યાન રાખવામાં ન આવે તો આપણા શરીરમાં વાત કફ અને પિતનું અસંતુલન જળવાય છે જેના કારણે અનેક પ્રકારના ભયંકર રોગો થાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વાયુ પિત્ત અને કફની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર બતાવ્યા છે. તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે તો અનેક પ્રકારની ગંભીર સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજના આ લેખ અમે તમને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વાયુ પીઠ અને કફની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના અસરકારક ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર બતાવવામાં આવ્યા છે આપણા ઋષિમુનિઓ આયુર્વેદનો સહારો લઈને સ્વસ્થ અને નિરોગી જીવન જીવતા હતા.
મિત્રો જ્યારે આપણને કોઈપણ જાતની શારીરિક સમસ્યા થાય છે ત્યારે આપણે બજારમાં મળતી એન્ટીબાયોટિક અને હોમિયોપેથીક દવાઓનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની દવાઓનું વધુ પડતું સેવન કરવાથી લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય ઉપર તેની આડઅસર જોવા મળે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી ત્રણ વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના ટુકડા તમારે હંમેશા ખિસ્સામાં રાખવાના છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હરડે બેહરા અને આમળા વાયુ પિત્ત અને કફ ની સમસ્યા માટે રામબાણ ઔષધી માનવામાં આવે છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે લોકો ત્રિફળા ચૂર્ણનું નિયમિત રીતે સેવન કરતા હોય છે તેવા લોકોને વાયુ પિત્ત અને કફની સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ત્રિફળા ચૂર્ણ નું નિયમિત રીતે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેના કારણે અસંખ્ય રોગોમાં લડવાની શરીરને તાકાત મળી રહે છે.
આયુર્વેદ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મોટાભાગના વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે જે લોકોને હંમેશા કબજિયાત નહીં સમસ્યા રહેતી હોય કાઢેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થતું હોય અને પેટ ભારે ભારે લાગતું હોય તેવા લોકોએ હરડેનો એક ટુકડો મોઢામાં રાખવો જોઈએ.
અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિઓને એસિડિટી ની સમસ્યામાં વધારો જોવા મળે છે એસીડીટી ની સમસ્યા નો મુખ્ય કારણ શરીરમાં પિત્તનો વધારો હોય છે. અનિયમિત ભોજન અને મસાલા યુક્ત ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી એસિડિટીમાં વધારો થાય છે.
જે લોકોને એસીડીટી ની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ જમ્યા પછી મુખવાસ તરીકે સૂકા આમળાનું સેવન કરવું જોઈએ.
આયુર્વેદ શાસ્ત્ર અનુસાર આ પ્રકારના આહાર વિહાર નું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે અને આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવામાં આવે તો વાત કફ અને પિતની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.