મિત્રો અત્યારના સમયમાં ઘણા લોકોને મોટાપાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો શરીરમાં વજન વધવાના કારણે અનેક પ્રકારના રોગો થવાનું ભય રહે છે. મિત્રો ઘણા લોકો વજન ઓછું કરવા માટે ડાયટ કરે છે, કસરત કરે છે, જીમમાં જાય છે.
આ બધા અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે. પરંતુ જો તમારી ભોજન શૈલીમાં જો તમે સુધારો ન લાવ્યો તો તમારું વજન દિવસને દિવસે વધતું જ રહેશે. મિત્રો વજન ઓછું કરવા માટે શાકાહારી ડાયટ ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે.
મિત્રો શાકાહારી ડાયટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલરી રહેલી હોય છે તેથી શાકાહારી ડાયટ લેવાથી તમારું વજન તમે ઓછું કરી શકો છો. મિત્રો જે લોકો તેમનું વજન ઓછું કરવા માંગે છે.
તેવા લોકોએ સપ્તાહના સાત દિવસ સુધી શું ખાવું તેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવીશું. મિત્રો સપ્તાહના પહેલા દિવસે તમારે માત્ર ફળો ખાવાના છે અને તેમાં પણ દ્રાક્ષ કીડા લીચી વગેરે ફળો ન ખાવા જોઈએ.
સફરજન લીંબુ તરબૂચ દાડમ નારંગી અને વધુમાં વધુ આમળા ખાવા જોઈએ. મિત્રો પહેલા દિવસે તમે ઈચ્છો કેટલા ફળોનું સેવન કરી શકો છો પરંતુ પહેલા દિવસે ફળ એકલા જ ખાવાના છે. મિત્રો બીજા દિવસે ફક્ત શાકભાજીનું સેવન કરવાનું છે.
દિવસની શરૂઆતમાં જ બાફેલું બટાકું ખાઈ શકો છો તેમાં માખણ નાખીને તેનો સેવન કરી શકો છો. મિત્રો બીજા દિવસ દરમિયાન તમારી કાકડી બીટ ટામેટા મૂળા વગેરે શાકભાજી દિવસ દરમિયાન લઈ શકો છો.
મિત્રો ત્રીજા દિવસે તમારી બટાકા છોડીને એટલું જ ખાવાનું રહેશે અને જેટલું બને એટલું વધારે ને વધારે પાણી પીવું જોઈએ. મિત્રો ચોથા દિવસે તમારે દિવસ દરમિયાન છ કેળા ખાવાના રહેશે.
બે ગ્લાસ ખાંડ નાખ્યા વિના ગરમ દૂધ પીવાનું રહેશે. મિત્રો માત્ર છ જ કેળા દિવસ દરમિયાન ખાવા જોઈએ તેથી વધારે ન ખાવા જોઈએ. મિત્રો પાંચમા દિવસે તમારે ફણગાવેલા કઠોળ ટામેટા અને પનીર ખાઈ શકો છો.
મિત્રો પાંચ દિવસે સોયા બડી નો ઉપયોગ કરી શકો છો અને તેમાં ટામેટાનું સલાડ અને વધુમાં વધુ પાણી પીવાનું છે. મિત્રો વધુમાં વધુ પાણી પીવાથી દૂર થાય છે અને શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ થવાની સંભાવના રહેતી નથી.
મિત્રો છઠ્ઠા દિવસે તમારે ફણગાવેલા કઠોળ શાકભાજી અને પનીર ખાવાનું રહેશે. મિત્રો તમે જેટલું આગળ પાણી પીતા હતા તેનાથી એક ગ્લાસ વધારે પાણી પીવાનું રહેશે. આ દિવસે ટામેટાનો ઉપયોગ ન કરવો જોઈએ.
મિત્રો સાતમા દિવસે તમે જોશો કે તમારા પગમાં હળવાશ અનુભવાશે અને તમને અંદરથી ખુશી નો અનુભવ થશે. મિત્રો સાતમા દિવસે તમારે ફળોનો જ્યુસ બ્રાઉન રાઈસ એક રોટલી અને તમારા મનગમતા શાક ખાવાના છે.
મિત્રો જો તમે સાત દિવસ આ ડાયટને અપનાવશો તો તમારું વજન ઘટવાની સાથે સાથે તમારા શરીરને યોગ્ય કેલ્શિયમ વિટામીન અને પ્રોટીન મળી શકે છે.