આયુર્વેદ દુનિયા

અઠવાડીયામાં 1 દિવસ ઉપવાસ કરવાથી થાય છે ગજબના ફાયદા, કબજિયાત નથી કરતી હેરાન.

મિત્રો ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોવાથી શરીરમાં મંદાગની થવાની શરૂઆત થઈ જાય છે. મિત્રો આપણા ભારત દેશમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે અને તેમાં શ્રાવણ મહિનો અને ભાદરવા મહિનામાં અનેક પ્રકારના તહેવારો આવતા હોય છે.

શ્રાવણ મહિનામાં આવતા તહેવારો ઉપવાસ અને એક ટાણાનું ખૂબ જ મહિમા રહેલો છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને ઉપવાસ કે એકટાણા કરવાના ફાયદાઓ વિશે જણાવીશું.

મિત્રો ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રકાશ ન મળવાથી આપણા શરીરમાં અગ્નિ મંદ હોય છે જે ઉપવાસના લીધે ચયાપચયની ક્રિયા સારી રીતે થાય છે અને શરીરમાં તાવ આવવાના કારણો રહેતા નથી.

મિત્રો ચોમાસાની ઋતુમાં બે ઋતુ ભેગી થવાથી અનેક પ્રકારના રોગોનો ફેલાવો થાય છે તેમાં શરદી ઉધરસ તાવ કફ અને વાયરલ બીમારીઓ વધારે પ્રમાણમાં રહે છે. અને તેમાં પણ અરુજી મંદાગ્નિ અને કફજન્ય બીમારીઓ વધારે પ્રમાણમાં ફેલાવવા લાગે છે.

મિત્રો જો આ બધા જ રોગો આપણા શરીરમાં ન આવવા દેવા હોય તો તેના માટે શ્રેષ્ઠ ઔષધી છે ઉપવાસ. મિત્રો ઉપવાસની પરંપરા પ્રાચીન સમયથી આપણા દેશમાં ચાલી આવી છે. ખાસ કરીને અંધારીયા પક્ષમાં નોમ અને અમાસનો ખૂબ જ મહિમા રહેલો છે.

મિત્રો આ દિવસોમાં પૃથ્વી ઉપર અનેક સૂક્ષ્મ બેક્ટેરિયાનો આગમન થતું હોય છે. અને તેથી જ આ દિવસોમાં ઉપવાસ કરવાની પરંપર હોય છે. સૂક્ષ્મ બેક્ટેરિયા આપણા પૃથ્વી પર આવતા હોય ત્યારે આપણે આપણા શરીરની ભોજન આપી તો આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશી શકતા નથી.

મિત્રો આ દિવસોમાં અગ્નિનું બળ ઘટતું હોવાથી ઉપવાસ ખૂબ જ જરૂરી બની જાય છે. મિત્રો ઉપવાસ કરવાથી અરુચિ દૂર થાય છે અને તેના કારણે શરીરમાં નબળાઈ આવી શકતી નથી. ઉપવાસ કરવાથી પેટ હળવું રહે છે. મિત્રો ઉપવાસ કરવાથી હોજરી કાર્યશીલ રહે છે.

મિત્રો ઉપવાસ કરવાથી શરીરમાં જામેલી ચરબી ઓછી થવા લાગે છે. મિત્રો વધારે બજારના ભોજન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારની ચરબી જાવે છે તેના કારણે શરીરમાં મેદસ્વિતા થવા લાગે છે.

મિત્રો જો શરીરને વધારાની ચરબી ઓછી કરવા માંગતા હોય તો ઉપવાસ કરવા જોઈએ અને સમયસર ભોજન લેવું જોઈએ. મિત્રો જે લોકોને ઝાડાની સમસ્યા થઈ હોય તેવા લોકો ઉપવાસ કરવા જોઈએ.

જે લોકોને તાવ આવવાની શરૂઆત થઈ હોય શરીર તૂટવા લાગ્યું હોય કોઈપણ જગ્યાએ મન ન લાગતું હોય તો તેવા સમય ઉપવાસ કરવાથી આ બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

મિત્રો જો ઉપવાસ કરીએ તો તેવા સમયે ફરાળ ન કરવું જોઈએ કારણ કે ભોજન આપણને જેટલું નુકસાન ન કરી તેટલું આ ફરાળ ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ અને વાયુ જન્ય રોગો થવાની શક્યતા રહે છે.

મિત્રો ઉપવાસના સમયે ગરમ પાણીમાં સૂંઠ નાખેલું પાણી પીવું જોઈએ. મિત્રો ઉપવાસ કરવાથી હેડકી ની સમસ્યા બંધ થાય છે અને મન શાંત રહે છે.

મિત્રો જેને વાનો રોગ હોય, તરસે હોય, થાકેલો હોય, બાળક, વૃદ્ધ, સગર્ભા મહિલા, ક્ષય રોગી હોય, જેને શરીરમાં ઝીણું ઝીણું તાવ રહેતો હોય તેવા લોકો ઉપવાસ ન કરવા જોઈએ. આવા લોકોએ ઉપવાસ કરવાથી તેના શરીરમાં જો બીમારી હોય તો તે વધારે પ્રમાણમાં વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *