ઉધરસ થઈ હોય તો આટલું કરો, 10 મિનિટમાં જ મળી જશે આરામ.

મિત્રો ચોમાસાની ઋતુમાં દરેક લોકોને ઉધરસ થવાની સમસ્યા રહેતી હોય છે ઘણા લોકોને સૂકી ઉધરસ થાય છે અને ઘણા લોકોને કફ વાળી ઉધરસ થાય છે. મિત્રો ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રકાશ ન મળવાના કારણે વાતાવરણમાં અનેક રોગચાળો ફેલાતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મેલેરીયા ટાઈફોડ ડેન્ગ્યુ જેવા તાવનો પણ ભય રહેતો હોય છે. મિત્રો ચોમાસાની ઋતુમાં જો ઉધરસ ની તરત જ સારવાર કરવામાં ન આવે તો તે વધારે પ્રમાણમાં થવા લાગે છે અને તેને મટતા પણ ઘણો સમય લાગે છે.

મિત્રો આજના આ લેખમાં ઉધરસ મટાડવાના ઘરગથ્થુ ઉપચાર જાણવા જઈ રહ્યા છીએ રાહત મળશે. મિત્રો આપણા ઘરના રસોડામાં જ આ સમસ્યાનો ઉકેલ રહેલું હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઉપચાર કરવા માટે તમારે મિત્રો થોડી હળદર લેવાની છે અને તેમાં થોડું મધ મિક્સ કરીને તેનું સેવન કરવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી ઉધરસમાં રાહત મળે છે અને ગળામાં કાકડા વધી ગયા હોય તો તેમાં પણ રાહત મળે છે.

ત્યાર પછી મિત્રો જે લોકોને ઉધરસ થઈ હોય તે લોકોએ ચપટી મીઠું જીભ ઉપર રાખવાનું છે અને તેનો ખારો રસ ધીમે ધીમે ગળામાં ઉતારવાનું છે મિત્રો જેમ આ રસ ગળામાં ઉતરશે તેવી રીતે ઉધરસમાં રાહત મળતી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો જો તમને કફ વાળી અને વાયુવાળી ઉધરસ થઈ હોય તો તે સમયે તમારે આ ઘરગથ્થુ ઉપચાર અપનાવો જોઈ એ. 10 થી 12 ગ્રામ જેટલું તલનું તેલ લેવાનું છે. ત્રણ ગ્રામ જેટલું સિંધાલુણ નમક.

કાળા મરીનું ચૂર્ણ અને પીપળમૂળ મિત્રો આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ અને આ ઉપાય કરવાથી તમારી ઉધરસ તરત જ બંધ થઈ જશે.

મિત્રો ત્યાર પછી બીજું એક ઘરગથ્થુ ઉપચાર છે જેને કરવાથી ઉધરસમાં રાહત મળી શકે છે તમારે આશરે 100 ગ્રામ જેટલી ફટકડી લેવાની છે અને તેને કોઈ માટીના વાસણમાં ગરમ કરવાની છે જ્યારે તે ફૂલી જાય ત્યારે તેનો પાવડર બનાવી લેવાનો છે.

તેમાંથી આશરે 10 ગ્રામ જેટલો પાવડર લેવાનો છે અને 30 ગ્રામ જેટલો ખડી સાકરનો પાવડર લેવાનો છે. મિત્રો આ બંને પાવડરને મિક્સ કરીને સવાર અને સાંજે આશરે એક ગ્રામ જેટલો પાવડર લેવાનો છે. અને આ પાવડર નું સેવન કર્યા પછી તરત જ હળદર વાળું દૂધ પીવાનું છે.

મિત્રો બજારમાં મળતી ભોરિંગડી ને પાણીમાં ઉકાળવી અને આ પાણી ઠંડુ થયા પછી તેનું સેવન કરવું તો તમારી ઉધરસ માં રાહત થશે. મિત્રો આ ઉકાળાનું સેવન કરવાથી તેના ઉપર મધનું સેવન કરવું જોઈએ તેનાથી તમારી ઉધરસમાં રાહત મળશે.

Leave a Comment