આ મહિલાએ ઘરે બેઠા 33 કિલો ઘટાડ્યું વજન, હવે શેર કરી સિક્રેટ ટિપ્સ જાણો.

આજે અમે તમને એક એવી માતાની કહાની વિષે જણાવી રહ્યા છે જેણે પોતાનું વજન 30 કિલો ઘટાડી દીધું. તેણે પોતાના દીકરાને સાચવતા પોતાની ફેટથી ફિટ થવાની સફર પૂરી કરી. આજે એ મહિલાએ પોતાની કહાની આપણી સાથે શેર કરી છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે તેમણે વજન કેવીરીતે ઘટાડ્યું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યોતિ નામની આ મહિલા જણાવે છે કે, ‘મારુ વજન 2018માં પ્રેગ્નેન્સી પછી વધવાની શરૂઆત થઈ હતી. પોતાના પર ધ્યાન ના આપવા ને લીધે વજન ધીરે ધીરે વધતું જાય છે અને પછી હું 90 કિલોની થઈ ગઈ. 2018 થી 2021 સુધી મારુ વજન એમને એમ રહે છે.

હું ક્યારેય વજન ઘટાડવા માટે વિચારતી હતી જ નહીં. પણ પછી જ્યારે સંબંધીઓ અને મિત્રોને મળી તો બધા મારા વજન વધવાનો મજાક ઉડાવ્યો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

બસ એ જ દિવસથી મે મનોમન નક્કી કરી લીધું કે હવે તો વજન ઘટાડીને જ રહીશ. એ પછી હું હસબન્ડ સાથે 2021માં યુકે ગઈ ત્યાં જોયું તો ત્યાંનાં લોકો બહુ ફિટ હતા. તેઓ ઘણીબધી એક્ટિવિટી કરતાં હતા.

લાંબે રસ્તે ચાલીને જવું, પહાડો પર સાઇકલ ચલાવવી, સર્ફિંગ કરવી વગેરે તેઓ કરે છે. હવે આ મારા માટે એક ચેલેન્જ હતી કેમ કે હું પણ આ બધી એક્ટિવિટી કરવા માંગતી હતી પણ મારા વધુ વજનને લીધે કરી શકતી હતી નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યોતિ જણાવે છે કે તેમણે પોતાની ડાયટ બહુ સિમ્પલ રાખી હતી, જેને તેઓ લાંબા સમય સુધી ફોલો કરી શકે છે. સાંજે 6 વાગ્યા પહેલા જ તેઓ રાતનું જમવાનું જમી લે છે.

જેટલી વાર જમે એટલી વાર તે ચાલવા માટે જતી હતી. નાસ્તો, બપોરનું જમવાનું અને ડિનર એ ત્રણે સમયમાં ટોટલ તે 1700 કેલરી લેતી હતી.

જ્યોતિ જણાવે છે કે તે ક્યારેય પણ જીમમાં કસરત કરવા ગઈ નથી. તે ઘરમાં કસરત કરતી હતી અથવા તો પછી ચાલવા જતી હતી. તે 6 કિલોમીટર એક કલાકમાં એમ કરીને 7 કિલોમીટર ચાલતી હતી જેનાથી 700 કેલરી બર્ન થતી હતી. એ પછી 30 મિનિટ સુધી ઘરે જ સામાન્ય કસરત કરું છું.

થોડા સમય પછી તેણે ચાલવાનનો સમય વધાર્યું અને પછી તે દરરોજ લગભગ 10 કિલોમીટર ચાલવા લાગી. જેમાં સવારે 5 કિલોમીટર અને સાંજે 5 કિલોમીટર દોડતી હતી. આ રીતે તેને વજન ઘટાડવામાં મદદ મળી.

જ્યોતિ કહે છે કે વજન ઘટાડવા માટે નિયમિતતા ખૂબ જ જરૂરી છે અને પછી ધીમે ધીમે વજન ઘટવા લાગે છે. જો મેં થોડા દિવસો માટે ડાયેટ અને વર્કઆઉટ છોડી દીધું હોત તો મારું વજન ફરી વધી ગયું હોત, પરંતુ મેં નિયમિતતા રાખી અને ધીમે ધીમે 30 કિલો વજન ઘટાડ્યું.

Leave a Comment