આયુર્વેદ દુનિયા

આ ફળ ખાવાથી ક્યારેય નહીં પડે મોઢામાં ચાંદા, કબજિયાતથી પણ રહેશો દૂર.

ઘણા લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે. મોઢામાં ચાંદા પડવાની સમસ્યા ખૂબ જ તકલીફ કારક હોય છે. તેનાથી મોઢામાં દુખાવો અને બળતરા થાય છે સાથે જ કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં પણ તકલીફ પડે છે.

મોઢામાં ચાંદુ પડે ત્યારે બળતરા પણ થાય છે અને બોલવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય તેનું કારણ પેટની ગરમી હોર્મોનલ વધઘટ મસાલેદાર ખાવાની આદત પણ જવાબદાર હોય છે.

મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી કાયમી છુટકારો કેટલીક સરળ વસ્તુઓના ઉપયોગથી મેળવી શકાય છે. આજે તમને કેટલાક સરળ ઉપાયો જણાવીએ જેને કરવાથી મોઢામાં પડેલા ચાંદા થી કાયમી મુક્તિ મળી શકે છે.

જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય તો પાણીમાં હળદર ઉમેરીને કોગળા કરવાનું રાખો. તેનાથી ચાંદા ઝડપથી રૂઝાઈ જાય છે કારણ કે હળદર એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે.

મધ પણ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ પણ ચાંદા ની સારવાર કરવામાં કરવાથી લાભ થાય છે. મધમા એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢાના ચાંદા ને ઝડપથી દૂર કરે છે.

આ સિવાય જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય તો રોજ સવારે એક કેળું ખાવાનું રાખો. કેળું ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે અને પેટની ગરમી પણ શાંત થાય છે. તેના કારણે પેટ સ્વસ્થ રહે છે અને મોઢામાં ચાંદા પડતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *