આયુર્વેદ

વિશ્વનું સૌથી શક્તિશાળી ફ્રૂટ છે આ, ખાઈ લેવાથી 10 સફરજન જેટલી મળે છે શક્તિ.

કીવી ફ્રૂટ એ એક ખૂબ જ અદભૂત ફ્રૂટ છે, તેને ખાવાથી તમને પોતાની અંદર એક અદભૂત શક્તિ અનુભવાય છે. આ સાથે કીવીમાં રહેલ વિટામિન અને ખનીજ પણ આપણાં સ્વાસ્થ્યને પોષણ આપે છે.

કીવી એ મુખ્ય રીતે ચીનમાં ઉગાડવામાં આવે છે અને એ ચીનનું રાષ્ટ્રીય ફ્રૂટ છે. પણ તેની લોકપ્રિયતા અને પોષણ મૂલ્યને લીધે હવે તેને ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ સહિત બીજા ઘણા દેશમાં ઉગાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સારા સ્વાસ્થ્ય માટે તમારે દિવસમાં કેટલા કીવી ખાવા જોઈએ? ચાલો તમને જણાવી વધુ વિગતો.

આકર્ષક લીલા કીવીમાં વિટામિન સી, પોટેશિયમ અને ફોલિક એસિડ હોય છે. આ ઉપરાંત, તેમાં ફાઈબર, વિટામીન E, પોલિફીનોલ્સ અને કેરોટીનોઈડ્સનો પણ ઉત્તમ સ્ત્રોત છે.

આ બધા પોષક તત્વો એકસાથે કિવીને તમારા સ્વાસ્થ્ય માટે અજોડ બનાવે છે. માત્ર એક કીવી તમને દિવસભર ઘણા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

1. હ્રદયને સ્વસ્થ રાખે છે કીવી : કીવી એ હ્રદય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલ પોટેશિયમ હ્રદયની સમસ્યાને દૂર કરે છે તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઓછો થાય છે. તેમાં રહેલ ફાઈબર અને વિટામિન ધમનીઓને મજબૂત બનાવે છે જેથી બધી ધમનીઑ બરાબર કામ કરી શકે.

2. ડેન્ગ્યુથી રિકવર થવામાં મદદગાર : તમને જાણીને નવાઈ લાગશે પણ કીવીમાં રહેલ વિટામિન સી, એંટીઓક્સિડેન્ટ, ફાઈબર, પોટેશિયમ અને બીજા પોષક તત્વો એ ડેન્ગ્યુ રિકવરીમાં તમને મદદ કરી શકે છે.

ડેન્ગ્યુનો તાવ આવે તો બ્લડ પ્લેટલેટ્સ કાઉન્ટ ખૂબ ઝડપથી ઘટવા લાગે છે. કીવી હમણાં પ્લેટલેટ્સને ઘટવાથી રોકવામાં મદદ કરે છે. જેનાથી ડેન્ગ્યુથી રિકવરીમાં મદદ મળે છે.

3. પ્રેગ્નેન્સી દરમિયાન પોષણ આપે છે. : કિવીમાં હાજર ફોલેટ બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આટલું જ નહીં, પ્રેગ્નન્સી પહેલા અને દરમિયાન કિવી ખાવાથી બાળકમાં ન્યુરલ ટ્યુબની ખામીઓથી બચી શકાય છે.

જ્યારે તમે ડિલિવરી પછી તમારા આહારમાં કીવીનો સમાવેશ કરો છો, તો તે તમારા દર્દને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે. તે પ્રસૂતિ પછીની નબળાઈને ઓછી કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે.

4. સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે : જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તમારે તમારા ભોજનમાં કીવી જરૂર ખાવું જોઈએ. કીવીમાં સેરોટોનિન હોય છે જે આપણી અંદરના હેપ્પી હોર્મોનને વધારે છે. વધુ સારી ઊંઘ માટે જરૂરી છે કે તમે રાત્રે સુવાના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલા કીવીનું સેવન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *