આયુર્વેદ

દવા વગર કિડની નો કચરો કાઢવાનો અસરકારક ઈલાજ છે આ, મળે છે 100% પરિણામ.

‘સ્વાસ્થ્ય જ સાચું ધન છે.’ જો તમારી હેલ્થ સારી હશે તો તમે જોઈએ એટલા રૂપિયા કમાઈ શકશો. સ્વાસ્થ્યને પૈસાથી પણ વધારે કીમતી માનવામાં આવે છે.

પણ શું તમે જાણો છો કે શરીરની મોટાભાગની બીમારી કિડની અને લીવરના નબળા હોવાને લીધે અથવા તો તેમાં થયેલ ઇન્ફેકશનને લીધે પણ શરીરમાં બીમારી થતી હોય છે. એવામાં જરૂરી છે આપણે આ બંને અંગને હેલ્થી રાખી. આ બંને અંગને હેલ્થી રાખવા માટે સૌથી સરળ ઉપાય છે કે તેને સાફ રાખવામાં આવે.

આ બંને વસ્તુને હેલ્થી રાખવા માટે તમારે ધાણા અને કિસમિસનું પાણી પીવું જોઈએ. તેની મદદથી કિડની અને લીવર દરેક રોગથી મુક્ત રહે છે. આ પ્રયોગ કરશો તો તમારા લીવરમાંથી ખરાબ ફેટ બહાર નીકળી જશે.

તો આ સિવાય કિડનીને પણ બીમારીથી બચાવી શકાય છે અને જો તમને પથરીની સમસ્યા હોય તો તે કિડનીમાં પથરી બનતા પણ રોકે છે. આના ઔષધીય ગુણ શરીરને ડિટોક્સ કરવા માટે જરૂરી છે.

એક્સપર્ટ અનુસાર ધાણાના વપરાશથી લીવર, કિડની અને પેનક્રિયાજ સારી રીતે પોતાનું કામ કરવામાં મદદ કરે છે. સાથે જ આ પ્રયોગ થી શરીરમાં જમા થયેલ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. આ સરળ ઉપાય લીવર અને કિડનીની માટે બહુ ફાયદાકારક છે.

1. ધાણાંનું પાણી : ધાણાને તમારી ડાયટમાં વાપરવા એ કોઈ મુશ્કેલ કામ નથી. તમારે સૌથી પહેલા પાણીમાં ધાણાના પાન ઉમેરી ને આ પાણીને ઓછામાં ઓછું 15 મિનિટ સુધી ઉકાળો અને પછી તેને એક સાફ બોટલ કે વાસણમાં ગાળી લો.

આ પછી આ પાણીને તમે દરરોજ પીવો. થોડા દિવસ તમે પીશો તો તેનાથી ચેન્જ થશે એ તમે તમારા શરીરમાં જોઈ શકશો. ધાણાનું આ પાણી તમારા લીવર અને કિડનીને સાફ કરશે અને આ બંનેમાં રહેલ ઝેરી તત્વોને શરીરની બહાર કાઢી નાંખશે.

2. ધાણા અને લીંબુનું સૂપ : આને બનાવવા માટે તમારે ધાણાના પાનને એક કપ પાણીમાં ઉમેરીને 15 મિનિટ સુધી ઉકાળો અને પછી તેને એક અલગ કપમાં કાઢી લો. આ પછી તેમાં મકાઇના લોટની પેસ્ટ બનાવી મિક્સ કરી લો.

પછી તેમાં ક્રીમ અને એક ચપટી મરચું પાવડર ઉમેરી, પછી તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને લીંબુનો રસ ઉમેરો. આ રીતે તમારો આ હેલ્થી અને ગરમ સૂપ તૈયાર થઈ જશે.

3. કિડની લીવર થઈ જશે હેલ્થી, દરરોજ પીવો આ પાણી : કિસમિશનું પાણી દરરોજ સવારે પીવાથી શરીરને વિટામિન, મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. આ સાથે તેમ શુગર કન્ટેન્ટ પણ ઓછી થઈ જાય છે.

એક સાફ વાસણમાં ચોખ્ખું પાણી ઉકાળો પછી તેમાં સાફ કરેલ કિસમિસ ઉમેરો પછી આખી રાત આ પાણીની અંદર એમ જ રહેવા દો. બીજા દિવસે સવારે પાણી ગાળી લો અને પછી ફરી ધીમા તાપે તેને હુંફાળું ગરમ કરો અને પછી તેને પી લો.

આ પછી 20 થી 35 મિનિટ સુધી એમ જ રહો અને પછી નાસ્તો કરો. આવું સતત 3-4 દિવસ સુધી કરો અને પછી લાભ મેળવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *