આદુંનું પાણી કે પછી કહી લો આદુંની ફ્રેશ ચા. ફ્રેશ આદુંને પાણી સાથે ઉકાળીને અને પછી તેને ગાળીને પીવામાં આવે છે. તેમ તમે તમારા સ્વાદ મુજબ લીંબુનો રસ કે મધ પણ ઉમેરી શકો છો અને તેને ધીરે ધીરે પીવામાં આવે છે. આદું એ ખોરાકને પચાવવામાં અને શરદી-ખાંસી અને ફ્લૂ જેવી તકલીફો સામે લડવામાં તમને મદદ કરે છે.
દરરોજ જો થોડા થોડા પ્રમાણમાં આ ચા કે પાણી પીવો લેવામાં આવે તો તેનાથી અસ્થમાના દર્દીઓને મદદ મળી રહે છે. તેના એંટી-ઇન્ફ્લેમેટરી ગુણોની આગળ ગમે તેવા શક્તિશાળી એન્ટીબાયોટિક પણ નબળા પડે. ચાલો તમને જણાવી દઈએ કે આદુંના પાણી પીવાથી તમને શું ફાયદા મળશે.
1. પાચન સારું કરે છે : દરરોજ એક ગ્લાસ આદુંનું પાણી પીવાથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે અને અપચો, ઊબકા અને પેટમાં બળતરા જેવી સમસ્યાને રોકવામાં મદદ મળે છે. ગર્ભવતી મહિલાએ આદુંના પાણીમાં એક ચમચી ફૂદીનાનો રસ, લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરી પીવાથી મોર્નિંગ સિકનેસથી રાહત મળે છે.
2. ડાયાબિટીસથી કરે છે રક્ષા : આદુ-લીંબુનું પાણી પીવાથી કિડનીને નુકસાન થવાનું જોખમ ઓછું થાય છે. ડાયાબિટીસની અસર પણ ઘટાડે છે. તેજ ટેસ્ટ વાળા આ મૂળમાં એટલે કે આદું એ ઝીંકનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં મોટી ભૂમિકા ભજવે છે.
3. વજન ઘટાડવામાં મળે છે મદદ : બ્લડ શુગર વધી જવાથી ભૂખ વધારે લાગે છે અને તેમાં ઘણીવાર જરૂરતથી વધારે ખાઈ લેતા હોઈએ છે, આદુંના પાણીથી લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત રહે છે અને પછી જમવાની ઈચ્છાને પણ નિયંત્રિત કરે છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ આદુંની ચા કે પાણી તમને ખૂબ મદદ કરશે.
4. હેલ્થી વાળ અને સ્કીન માટે : આદુમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સને કારણે આદુનું પાણી પીવાથી તમારી ત્વચામાં કુદરતી ચમક આવે છે.
આ ઉપરાંત, વિટામિન-એ અને સીની હાજરી તમારા વાળની રચનાને પણ સુધારે છે. તે તમારા લોહીને શુદ્ધ કરે છે અને તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ સ્કિનના રોગોની સારવાર અને નિવારણમાં મદદ કરે છે.
5. અલ્ઝાઇમરથી બચાવે છે : આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ ધીરે ધીરે પોતાની યાદશક્તિ ગુમાવી દેતી હોય છે. વૈજ્ઞાનિક રીતે એ પાકું થઈ ગયું છે કે આદુંએ મગજની કોશિકાઑના નુકશાનને ધીમું કરવામાં મદદ કરે છે.