ડુંગળીનો વપરાશ તો બધા કરતાં જ હોય છે. ભોજનને તો તે સ્વાદિષ્ટ બનાવે જ છે સાથે સાથે વાળ એ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આજકાલ મોટી મોટી કંપની પણ ડુંગળીની ઘણી બ્યુટી પ્રોડક્ટ બનાવતા થયા છે.
ડુંગળીની સાથે ડુંગળીની છાલ પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ છાલ તમે વાળ પર અને સ્કીન પર લગાવો છો તો તેના અઢળક ફાયદા થાય છે.
ડુંગળીમા ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે વાળને મૂળમાંથી મજબૂત કરવાનું કામ કરે છે અને તેના ઉપયોગથી વાળ ખારવાનું પણ ઓછું થાય છે. એટલે ઘણા લોકો વાળ પર ડુંગળીનો રસ કે પછી તેલ વાપરતા હોય છે.
પણ ડુંગળીની સાથે તેની છાલ પણ ખૂબ ઉપયોગી અને પોષકતત્વોથી ભરપૂર છે. ચાલો તમને જણાવી દઈએ કે ડુંગળીના ફોતરાં એટલે કે છોતરાં તમને કેવીરીતે મદદરૂપ થશે.
પ્રોટીન વધશે. : ડુંગળીની છાલમાં પ્રોટીન વધારીને વાળને લાંબા, ઘાટા અને સુંદર બનાવવામાં મદદ મળે છે. તેની માટે ડુંગળીની છાલને પીસી લો. તેમાં 2 ચમચી લીંબુનો રસ અને 1 ઈંડું મિક્સ કરી પેસ્ટ બનાવી લો. હવે તેણે હર માસ્ક તરીકે વાળ પર લગાવો અને અડધા કલાક પછી વાળ ધોઈ લો. આ ઉપાય એ વાળ પર કન્ડિશનરનું કામ કરે છે.
વાળના મૂળ હેલ્થી રહે છે. : અઠવાડિયામાં બે વાર ડુંગળીના છોતરાંથી બનેલ રસને વાળના મૂળમાં લગાવો. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધુ સારું બને છે. તેનાથી વાળને પોષણ અને મજબૂતી વધે છે. આની માટે તમારે ડુંગળીના છોતરાંને થોડા પાણી કે તેલમાં ઉકાળો અને વાળના મૂળમાં મસાજ કરો.
વાળ ખરવાનું ઓછું થાય છે : ડુંગળીના પાનમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વાળના ગ્રોથમાં ખૂબ મદદરૂપ છે. આ માટે ડુંગળીના પાનને પીસીને તેની પેસ્ટ બનાવો. હવે તેને એલોવેરા જેલમાં મિક્સ કરો અને હેર માસ્ક તરીકે વાળમાં લગાવો અને સુકાઈ ગયા પછી વાળ ધોઈ લો.
વાળ જાડા થશે : અમુક લોકોને પાતળા વાળની સમસ્યા હોય છે. પાતળા વાળએ ઘણીવાર સૂકા અને રૂખા લાગતાં હોય છે. એવામાં જો તમે ડુંગળીના છોડીયાની મદદથી વાળને જાડા કરી શકાય છે.
ક્રશ કરેલ ડુંગળીના છોડીયામાં બટાકાનો રસ મિક્સ કરો. આ પછી તેને વાળ પર લગાવો. આ ઉપાય કરવાથી વાળ ધીરે ધીરે જાડા થવા લાગશે. તેમાં રહેલ સલ્ફર વાળને જાડા થવામાં મદદ કરે છે.