આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલને લીધે અવારનવાર તેની અસર આપણી સ્કીન અને વાળ પર પણ થાય છે. જેના લીધે મોટાભાગના લોકોમાં વાળ ખરવાની સમસ્યા જેવી કે સફેદ વાળ, વાળ ખરવા અને ખોડો સાથે ડ્રાયનેસ જેવી સમસ્યા થતી હોય છે.
આ સમસ્યાથી લડવા માટે ઘણા મોંઘા હેર પેક અને માસ્ક અને દવાઓ પણ હોય છે. પણ આ બધી પ્રોડક્ટમાં રહેલ કેમિકલના સાઈડ ઇફેક્ટ પણ વાળ પર જોવા મળે છે.
જો કે હવે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લવિંગ એ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. અમુક લોકોનું માનીએ તો લવિંગમાં બીજી બધી વસ્તુઓનું પ્રમાણ ભરપૂર હોય છે.
એટલે જ્યારે પણ તમે લવિંગનો વપરાશ કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તો તે સિવાય તે વાળ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે, ચાલો તમને જણાવી દઈએ કે વાળ માટે કેવીરીતે કામ કરે છે લવિંગ
ખોડો મટાડી દેશે : બદલાતી ઋતુમાં અને ખાસ કરીને ઠંડકમાં વાળમાં ખોડો થવાની સમસ્યા સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં લવિંગના ઉપયોગથી ડેન્ડ્રફને ઓછો કરી શકાય છે. આ માટે લવિંગને થોડા પાણીમાં ઉકાળો અને તે ઠંડુ થઈ જાય પછી તેને માથાની ચામડી પર લગાવો. લવિંગમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.
નહીં થાય કોઈપણ ઇન્ફેકશન : માથાની ચામડીમાં થતાં ઇન્ફેકશનથી બચવા માટે તમે લવિંગના તેલનો ઉપયોગ કરી શકો છો. તેના એંટીમાઇક્રોબાયલ અને એંટીફંગલ તત્વો હોય છે જે ઇન્ફેકશન ફ્રી રહેવા માટે તમારી મદદ કરે છે અને અનેક બીમારીઓમાં રાહત આપશે.
વાળનો ગ્રોથ સારો બનાવવા માટે : લવિંગનો હેર માસ્ક એ તમારા વાળના ગ્રોથમાં મદદરૂપ થાય છે. તેની માટે ફ્રેશ એલોવેરા જેલમાં થોડું લવિંગ પીસીને લઈ લો. અને બંને મિક્સ કરી લો. હવે આ હેર માસ્કને વાળ પર લગાવો. થોડીવાર પછી તેને ધોઈ લો. લવિંગ અને એલોવેરાનો હર માસ્ક એ વાળ માટે ભરપૂર પ્રમાણમાં ઑક્સીજન સપ્લાય કરીને વાળને લાંબા અને મજબૂત બનાવે છે.
સફેદ વાળથી છુટકારો પામવા : ખોપરી ઉપરની ચામડીમાં પોષણના અભાવને કારણે સફેદ વાળની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં લવિંગની પેસ્ટ ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે લવિંગનું તેલ અને ઓર્ગેનિક નીલગિરીનું તેલ મિક્સ કરો. અઠવાડિયામાં બે વાર આ તેલથી તમારા વાળમાં માલિશ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ધીરે ધીરે કાળા થવા લાગે છે.