તુલસીને આયુર્વેદમાં સંજીવની બુટી સમાન માનવામાં આવે છે. આયુર્વેદિક ચીકીત્સામાં તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક કહેવામાં આવી છે. તુલસીને આદું, મૂલેઠી અને મધ સાથે ખાવામાં આવે તો તાવમાં આરામ મળે છે.
આ સાથે માસિક ધર્મ દરમિયાન કમરનો દુખાવો, પેટનો દુખાવો દૂર કરી શકાય છે. આની માટે એક ચમચી તુલસીનો રસ લેવો અને દરરોજ નિયમિત તેનું સેવન કરો અથવા તમે તુલસીના પાન પણ ચાવી શકો છો.
વરસાદની સિઝનમાં દરરોજ તુલસીના પાંચ પાન ખાવા જોઈએ તેનાથી તાવ અને શરદી નહીં થાય.
તુલસીના અમુક પાન દરરોજ ચાવી જવાથી મોઢામાં પડેલ ચાંદા દૂર થઈ જાય છે અને સાથે દાંત પણ હેલ્થી રહે છે.
તુલસી ખાવાથી ખરજવું, ખંજવાળ અને સ્કીન સંબંધિત બીજી તકલીફ થોડા જ દિવસમાં રાહત આપશે.
દરરોજ તુલસી ખાવાથી અસ્થમા અને ટીબી જેવી બીમારી થતી નથી. શ્વાસમાં આવતી વાસને દૂર કરવામાં તુલસીના પાન ખૂબ મદદ કરે છે.
તુલસીના 11 પાન સાથે 4 લવિંગ ખાવાથી મલેરિયા અને ટાઇફોઇડની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
તુલસીની આસપાસ રહેવાવાળા લોકોને સ્કીન સંબંધિત બીમારીઓ ક્યારેય થતી નથી.
તુલસીનો ઉકાળો પીવાથી જૂનામાં જૂનો માથાનો દુખાવો દૂર કરી શકાય છે.
શ્યામ તુલસીના પાનનો રસ આંખમાં નાખવાથી રતાંધળાની બીમારીમાં રાહત મળે છે.
સાંધાના દુખાવામાં તુલસીનું મૂળ, પાન, દાંડી, ફળ અને બીજમાં ગોળ મિક્સ કરી 12-12 ગ્રામની ગોળીઓ બનાવી લેવી અને સવારે સાંજે દૂધ સાથે તેનું સેવન કરવાથી રાહત મળશે.
કિડનીમાં પથરી થાય તો તુલસીના પાનને ઉકાળી જ્યુસનું સેવન મધ સાથે દરરોજ પીવાનો રહેશે. 6 મહિના સુધી આ આ પીવાથી પથરીમાં રાહત મળે છે. આ ઉપાયથી પથરી તેની જાતે જ પેશાબ દ્વારા બહાર નીકળી જય છે.
જો કોઈને સાપ કરડ્યો હોય તો પીડિતને તરત જ તુલસી ખવડાવવી જોઈએ, આમ કરવાથી તેનો જીવ બચી શકે છે.
તુલસીના 10 પાન, 5 કાળા મરી અને 4 બદામને પીસીને અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી મધ સાથે લેવાથી હાઈ બ્લડપ્રેશર મટે છે.
તુલસીના બીજનો નિયમિત ઉપયોગ પુરુષની જાતીય નબળાઈ અને નપુંસકતામાં લાભકારી થાય છે.
તુલસીના પાનને જીરા સાથે પીસીને દિવસમાં 3-4 વાર ચાટતા રહેવાથી ઝાડા બંધ થાય છે.
ઘણા સંશોધનોમાં, તુલસીના બીજને કેન્સરની સારવારમાં અસરકારક હોવાનું પણ કહેવામાં આવ્યું છે, જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.