માથાનો દુખાવો થવો એ હવે બહુ સામાન્ય થઈ ગયું છે આપણે માથાના દુખાવાને કોઈ ગંભીર બીમારી રીતે લેતા જ નથી. પણ આ સામાન્ય માથાનો દુખાવો જ્યારે થાય છે ત્યારે ખૂબ અઘરું થઈ પડે છે.
માથાનો દુખાવો થવાથી આપણે બીજા કોઈપણ કામ પર બરાબર ધ્યાન આપી શકતા નથી. માથાનો દુખાવો એ આપણને આખો દિવસ હેરાન કરતો હોય છે.
માથાનો દુખાવો વધી જતો હોય ત્યારે અને આપણાંથી સહન ના થાય ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો પેઈન કિલર લેતા હોય છે, પરંતુ દર વખતે દવા લેવી યોગ્ય નથી. તેની ઘણી આડઅસરો થઈ શકે છે.
પીડાને દબાવવા માટે આ દવાઓમાં એસ્ટરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તમને શરૂઆતમાં આ દવાઓથી ફાયદો થઈ શકે છે પરંતુ ભવિષ્યમાં તેના ખતરનાક પરિણામો આવી શકે છે.
આવી સ્થિતિમાં વધુ સારું રહેશે કે તમે કોઈ ઘરગથ્થું ઉપચાર અપનાવો. સામાન્ય માથાના દુખાવા માટે આ સરળ ઉપાય ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. પણ જો તમને સામાન્ય કરતાં વધુ માથું દુખવું અને સાથે કોઈ બીજી પણ સમસ્યા થતી હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
1. વિનેગર અથવા સિરકા : આ એક ઔષધિ છે તેના વપરાશથી પેટનો દુખાવો પણ ઓછો કરી શકાય છે. હલકા નવશેકા પાણીમાં એક ચમચી વિનેગર કે સિરકો ઉમેરો હવે તેને પી જવું અને આ પીને થોડીવાર માટે સૂઈ જાવ. આમ કરવાથી માથાનો દુખાવો ધીરે ધીરે દૂર થઈ જશે.
2. ગ્રીન ટી : ગ્રીન ટી ફક્ત વજન ઘટાડવાના કામમાં આવે છે એવું નથી માથાનો દુખાવા પર ગ્રીન ટી પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેમાં રહેલ એંટીઓક્સિડેન્ટ દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.
3. ઉકાળો : માથાના દુખાવા પર ઉકાળો બનાવીને પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે. ઉકાળો બનાવો ત્યારે તેમાં તજ, મરીયા જરૂર ઉમેરો. ખાંડની જગ્યાએ તમે ગોળ ઉમેરી શકો છો. અથવા મધ પણ ઉમેરી શકો છો.
4. લવિંગનું તેલ : માથાનો ખૂબ જ તીવ્ર દુખાવો થતો હોય ત્યારે લવિંગના તેલથી મસાજ કરી શકો છો. લવિંગનું તેલ ના હોય તો તમે લવિંગને શેકીને તેના ધુમાડાથી પણ શેક કરી શકો છો.
5. પાણી પૂરતા પ્રમાણમાં પીવો : તમારે પહેલા પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન શરૂ કરવું જોઈએ. પૂરતું પાણી પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ બરાબર રહે છે. એવામાં તમને માથાનો દુખાવો થવાનું જોખમ ઘટી જાય છે.