આજકાલ દેખાદેખીના જમાનામાં લોકો બીજાનું જોઈ જોઈને પોતાના ઘર અને કપડાંને બદલતા થયા છે. આજકાલ ટીવી અને ફિલ્મોમાં જોવા મળતા બાથરૂમને જોઈને પોતાના ઘરના બાથરૂમને પણ એવું જ બનાવવા પ્રયત્ન કરતાં હોય છે.
પણ તમને જણાવી દઈએ કે બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં અમુક વસ્તુઓ મૂકવી જોઈએ નહીં. એક્સપર્ટ પ્રમાણે બાથરૂમમાં આ વસ્તુઓ મૂકવી યોગ્ય નથી કેમ કે આને બાથરૂમમાં મૂકવાથી તે બરબાદ થઈ શકે છે. આ સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આમ કરવું યોગ્ય નથી.
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ : ઘણા લોકોને બાથરૂમમાં ગીતો સાંભળવાની આદત હોય છે. જેના કારણે તેઓ બાથરૂમમાં iPod કે રેડિયો જેવી વસ્તુઓ રાખતા હોય છે. જ્યારે બાથરૂમમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ.
બાથરૂમમાં ભેજ હોય છે, જેના કારણે આ વસ્તુઓ ખરાબ થઈ શકે છે. તમે હેર ડ્રાયર કે એવી બીજી કોઈ વસ્તુ પણ ત્યાં રાખો છો તો હવે તે કાઢી લેજો. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ભેજ લાગવાથી કરંટ પણ લાગવાની સમસ્યા થતી હોય છે.
પુસ્તકો અને મેગેઝીન : ઘણા લોકોને બાથરૂમમાં મેગેઝીન અને પુસ્તક વાંચવાની આદત હોય છે. આને લીધે તેઓ હમેશાં બાથરૂમમાં અમુક વાંચવાની વસ્તુઓ રાખતા હોય છે. પણ આમ કરવાથી પુસ્તક બગલી જવાની સંભાવના વધી જતી હોય છે. આ સાથે ભેજ લાગેલ પુસ્તક વાંચવું એ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. કેમ કે તેમાં બેક્ટેરિયા ઘર બનાવી લેતા હોય છે.
મેકઅપનો સામાન : મેકઅપનો સમાન ઘણા લોકો બાથરૂમના કેબિનેટમાં મૂકવાનું પસંદ કરતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે એક્સપર્ટ અનુસાર આ યોગ્ય નથી. આમ કરવાથી મેકઅપનો સમાન ભેજવાળો થઈ જતો હોય છે અને તેના લીધે તમારો મોંઘો મેકઅપ બગડી જતો હોય છે.
ટુવાલ : આમ તો ટુવાલનો ઉપયોગ બાથરૂમમાં જ થતો હોય છે પણ ઘણાને આદત હોય છે કે નાહ્યા પછી પણ તેઓ ભીનો રૂમાલ બાથરૂમમાં જ લટકાવી રાખતા હોય છે. આવું તમે પણ કરો છો તો આજથી તમારી આ આદત બદલી દેજો. ભીના ટુવાલમાં બહુ જલ્દી બેક્ટેરિયા લાગવા લાગે છે અને તેના લીધે તમને બીમારીઓ થવાની શક્યતા વધી જતી હોય છે.
દવાઓ : ઘણા લોકો બાથરૂમના કેબિનેટમાં દવાઓ મૂકી રાખતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો તમને જણાવી દઈએ કે બાથરૂમએ ભેજ વાળી જગ્યા છે ત્યાં ક્યારેય દવાઓ રાખવી જોઈએ નહીં. બાથરૂમમાં દવાઓ રાખવાથી તે બગડી શકે છે. દવાઓ હમેશાં રૂમ ટેમ્પરેચર પર જ રાખવી જોઈએ.