શિલાજિતનું નામ તો તમે પણ સાંભળ્યું જ હશે. આ આપણાં દેશ અને નેપાળ વચ્ચે હિમાલયના પહાડ પર મળે છે. આ એક કાળા ભૂરા રંગનો ચીકણો પદાર્થ હોય છે. શિલાજિત વર્ષોથી આયુર્વેદિક ચીકીત્સામાં એંટી એજિંગ તરીકે ઓળખાય છે.
આમ તો શિલાજિતનો ઉપયોગ પુરુષ અને મહિલાઓ બંને કરી શકે છે, પણ મહિલાઓ માટે આના ઘણા ફાયદા છે. ચાલો જોઈએ મહિલાઓને શિલાજિતથી શું ફાયદા થાય છે.
સંધિવાનું જોખમ કરે છે ઓછું. : આંકડા પ્રમાણે જોઈએ તો પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ સંધિવાથી પીડાતી હોય છે. સંધિવાથી પીડિત સ્ત્રીઓમાં વધતા ઓક્સિડેટીવ તણાવને કારણે પ્રો-ઇન્ફ્લેમેટરી સંયોજનો રચાય છે.
શિલાજીતમાં હાજર એન્ટીઑકિસડન્ટ મુક્ત રેડિકલનો નાશ કરીને સ્થિતિને બગડતી અટકાવવાનું કામ કરે છે. એક રિસર્ચ પ્રમાણે જો શિલાજીત સાથે સારવાર કરવામાં આવે તો તમારી નબળાઈમાં સુધારો થવાની સાથે સાંધાના દુખાવા અને જકડાઈને હદ સુધી ઘટે છે.
એનર્જી બુસ્ટર છે શિલાજિત : મહિલાઓમાં ઉર્જા બની રહે તેની માટે શિલાજિત એક સારો ઉપાય છે. વ્યસ્ત દિવસને લીધે તમને થાક, ઊંઘ અને આળસ અનુભવાતી હશે. એવામાં આ ઔષધિ એ એનર્જી લેવલ વધારવા માટેનું કામ કરે છે. આના સેવનથી તમે ફ્રેશ ફિલ તો કરશો જ સાથે સાથે શરીરમાં ઑક્સીજનમાં સુધારો કરે છે.
શિલાજીતના મજબૂત એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો કોષોનું રક્ષણ કરે છે અને હાનિકારક મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને સુધારવામાં પણ મદદ કરે છે. શિલાજીતના નિયમિત સેવનથી મહિલાઓ પહેલા કરતા વધુ સક્રિય અને ઉર્જાવાન અનુભવી શકે છે.
તણાવ ઓછો કરે છે : શિલાજિત મનને શાંત કરવા અને તણાવને દૂર કરવા માટેનો ખૂબ સરળ ઉપાય છે. રસપ્રદ વાત છે કે પુરુષોના પ્રમાણમાં આ મહિલાઓની માટે રાહતની દવા છે. જે મહિલાઑને રાત્રે ઊંઘ નથી આવતી તેમણે શિલાજિતનું સેવન કરવું જોઈએ.
આનાથી ઊંઘ તો સારી આવે જ છે આ સાથે યાદશક્તિમાં પણ સુધારો થાય છે. આનાથી સ્ટ્રેસ તો દૂર થાય છે જ સાથે હેપ્પી હોર્મોન પણ બનવાની શરૂઆત થઈ જાય છે.
હાડકાં બનાવે છે મજબૂત : મેનોપોઝ પછી જે મહિલાઓના હાડકાં નબળા થઈ ગયા હોય છે તેમની માટે શિલાજિત એ એક ખૂબ સારી પ્રાકૃતિક ઔષધિ છે. આ હાડકાં અને માંસપેશિયોમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફેટ જેવા મિનરલ્સને વધારી શકાય છે.
એક ઉમર પછી જ્યારે હાડકાં નબળા થઈ જાય છે તો આના સેવનથી કેલ્શિયમની કમી પૂરી કરી શકાય છે. આ સિવાય આ હકડાના નિર્માણ માટે જવાબદાર ઇનજાઈમ અને હોર્મોનની ક્રિયાને વધારે છે.
મહિલાઓની પ્રજનન ક્ષમતામાં થશે સુધારો : મહિલાઓમાં ઇનફર્ટિલિટીની સમસ્યા શારીરિક અને માનસિક રીતે પ્રભાવિત કરતી હોય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓમાં માસિક અનિયમિત થઈ જય છે તો તેની અસર પ્રજનન ક્ષમતા પર અસર કરે છે. એવામાં માસિક ધર્મ ચક્રને નિયંત્રિત કરવા શિલાજિતનું સેવન કરવું જોઈએ.