ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. ઘણા લોકો હોય છે કે જેઓ જામી લીધા પછી શીંગ સાથે મિક્સ કરીને ચણા એમજ ખાલી સ્વાદ માટે ખાતા હોય છે.
પણ તમને જણાવી દઈએ કે આ લોકોને સ્વાદથી ભરપૂર શેકેલા ચણાના ગુણ ખબર નથી હોતા. તમને જણાવી દઈએ કે શેકેલા ચણામાં કેલરી બહુ ઓછી હોય છે જેને એક હેલ્થી સ્ત્રોત તરીકે પણ ખાઈ શકાય છે.
શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ અને આયરન સાથે સાથે વિટામિન્સ પણ ભરપૂર હોય છે. શેકેલા ચણામાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. એટલે જ આનું સેવન કરવાથી શરીરને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા લાભ થાય છે.
જે લોકોને લોહીની કમી હોય તેમણે શેકેલા ચણા જરૂર ખાવા જોઈએ. એટલું જ નહીં ઇમ્યુનિટી માટે પણ શેકેલા ચણા ખાવા ખૂબ જરૂરી છે. ચાલો હવે શેકેલા ચણા ખાવાના ફાયદાઓ વિશે વિગતે જણાવીએ.
1. ઇમ્યુનિટી પાવર : શેકેલા ચણામાં વિટામીન્સ અને મિનરલ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. શેકેલા ચણા ખાવાથી પાચન તંત્રને મજબૂત બનાવી શકાય છે. એટલું જ નહીં આ ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે પણ શેકેલા ચણા તમારી ખૂબ મદદ કરે છે.
2. બ્લડ શુગર : ડાયાબિટીસના દર્દીઓ માટે શેકેલા ચણા એ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા ચણા ખાવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં અહે છે. તેનું દરરોજ સેવન કરવામાં આવે તો શુગરની પ્રોબ્લેમને દૂર કરી શકાય છે.
3. એનર્જી : શેકેલા ચણામાં તમને કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન, કેલ્શિયમ અને આયરનની સાથે સાથે વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં મળશે. શેકેલા ચણામાં ફાયબર પણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં પ્રોટીન અને આયરન પણ ખૂબ જ હોય છે, તેને ખાવાથી શરીરમાં એનર્જી બની રહે છે. એનર્જીની કમીને દૂર કરવા માટે તમારે શેકેલા ચણા ખાવા જોઈએ.
4. એનીમિયા : એનિમિયાના દર્દીઓ માટે શેકેલા ચણા ખૂબ ફાયદાકારક હોય છે. જે મિત્રોને કે તેમના પરિવારમાં કોઈને લોહીની કમી રહેતી હોય તેમણે પોતાની ડાયટમાં શેકેલા ચણા જરૂર શામેલ કરવા જોઈએ. આમ કરવાથી એનીમિયાની કમીને દૂર કરી શકાય છે.
5. હાડકાં : હાડકાંને મજબૂત બનાવવા માટે તમારે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ. કેમ કે ચણામાં દૂધ અને દહીની જેમ કેલ્શિયમ હોય છે, કેલ્શિયમ હાડકાં માટે સારું માનવામાં આવે છે. ચણા ખાવાથી હાડકાંને નબળા પડવાથી બચાવી શકાય છે.