આયુર્વેદ

ખાવા સમયે તમારી આ એક ભૂલ તમને ડાયાબિટીસ, વજન વધારો, અપચો અને બીજી અનેક બીમારીનો શિકાર બનાવી શકે છે.

આજના ફાસ્ટ સમયમાં લોકોનું ખાવાનું પણ ફાસ્ટફૂડ થઈ ગયું છે અને વધારે તકલીફ તો એ વાતની છે કે લોકો ખાવાનું પણ ફાસ્ટ ફાસ્ટ ખાઈ રહ્યા છે. જલ્દી જલ્દી ખાવાથી શરીરને ઘણું નુકશાન થાય છે.

જે લોકો બહુ જલ્દી જલ્દી ઉતાવળે ખાય છે તેમને ઘણી બીમારી પોતાનો શિકાર બનાઈ શકે છે. ખાવાનું ખાવાની રીત પર અનેક વાર રિસર્ચ કરવામાં આવી છે. જલ્દી જલ્દી ખાવાની આદત પર પણ અમુક રિસર્ચ થઈ છે.

ઉતાવળે ભોજન લેવાથી શરીરને મેટાબોલિઝમનું જોખમ વધે છે આ સાથે જલ્દી જલ્દી ખાઈ લેવાથી તમે હમેશાં ભૂખ હોય તેનાથી વધારે જ ભોજન કરી લેશો. આમ જલ્દી જલ્દી ખાવાથી વ્યક્તિના મગજ સુધી જે સંદેશ પહોંચવો જોઈએ એ પહોંચતો નથી.

તેના લીધે જરૂરી હોર્મોન એ નીકળી શકતા નથી. આને લીધે વ્યક્તિનું ઇન્સ્યુલિન પ્રભાવિત થાય છે. ડાયાબિટીસ થવાનું જોખમ પણ બમણું થઈ જાય છે.

મેદસ્વિતા અને ડાયાબિટીસનું જોખમ : જલ્દી જલ્દી ખાવાથી મેદસ્વિતા અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. વજન વધારવા પાછળ મુખ્ય કારણ એ છે કે આપણે વધારે કેલેરી લઈ લઈએ છે.

વધારે કેલેરીને લીધે શરીરમાં ફેટ વધારે બને છે. જે લોકો બહુ ઉતાવળમાં ખાય છે તેમનું ઇન્સ્યુલિન પ્રભાવિત થાય છે. અને તેના લીધે બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. જે પછી ડાયાબિટીસ જેવી બીમારી થવાનું કારણ બને છે.

હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય રોગનું જોખમ વધે : વ્યક્તિનો આહાર તેને અનેક રોગોથી બચાવે છે. તો જલ્દી ખાવાથી ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ મેટાબોલિક સિન્ડ્રોમથી પીડાય છે, ત્યારે તેને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે હૃદય રોગનો ખતરો વધી જાય છે.

જલ્દી જલ્દી ખાનારાઓનો સૌથી મોટો પ્રશ્ન આ છે. પણ એવું નથી કે આ બહુ મુશ્કેલ કામ છે. તમે તમારી આદતો બદલી શકો છો. ખાવાની આદતને ઝડપથી બદલવા માટે તમારે તમારી જીવનશૈલી પર ધ્યાન આપવું પડશે.

સૌથી પહેલા તમારે ખાવાના સમયને નિયમિત કરી લો.
દિવસમાં જેટલી પણ વાર ખાવ તો એ રીતે તમારો ખાવાનો સમય નક્કી કરો.
ખાવાના સમય માટે લગભગ 1 કલાક જેટલો સમય નક્કી કરો.
ખાવાના સમયે બીજી કોઈપણ વાત વિષે વિચાર કરશો નહીં.
ઘરથી બહાર નીકળો તો 1 કલાક પહેલા ખાવાનો સમય નક્કી કરો.
ગાડી ચલાવવા સમયે ખાવું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *