આખો દિવસ સતત થાક જ લાગ્યા કરે છે? તો આ કેટલીક ટિપ્સ તમને ખૂબ મદદ કરશે.

થાક લાગવા માટેના અનેક કારણ હોય છે. થાક લાગવા પાછળ મુખ્ય કારણ હોય છે તમારી જીવન શૈલી. દરરોજ ખાવામાં થતી બેદરકારી, ઓછી કસરત કરવી, પૂરતું પાણી ના પીવું, હેલ્થી નાસ્તો ના કરવો અને આ સિવાય જો તમે ઘણા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહીને કામ કરો છો તો પણ તમે આખો દિવસ થાક અનુભવશો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે આ બધી સામાન્ય વાત સિવાય પણ થાક લાગવા માટેના અમુક ખાસ કારણ હોય છે જેમાં એક છે કોઈ બીમારી. તમને જણાવી દઈએ કે અમુક એવી બીમારી પણ હોય છે જેમાં તમે કોઈપણ કારણ વગર જ આખો દિવસ થાક અનુભવશો.

તો જો તમને પણ એવું લાગતું હોય કે તમે કોઈપણ કારણ વગર થાકી જાવ છો તો બને એટલી વહેલા ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

થાક અને સુસ્તીને દૂર રાખવા માટે તમારે પોષટીક આહાર લેવાની જરૂરત થશે. એવામાં જો ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરશો તો તમને રાહત મળશે.

વરિયાળી – સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વરિયાળી એક ઉત્તમ માઉથ ફ્રેશનર હોવા ઉપરાંત, થાકને તરત જ દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ હોય છે જે સુસ્તી પેદા કરતા હોર્મોન્સને ખતમ કરે છે. તમે આ રીતે વરિયાળી ચાવી શકો છો અથવા ચા બનાવીને પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ચોકલેટ : સ્ટ્રેસ દૂર કરવાવાળા ફૂડમાં ચોકલેટ પણ સામેલ છે. એટલે જ્યારે પણ તમને સુસ્તી અનુભવાય તો ચોકલેટ મોઢામાં મૂકી દેવી. થાક દૂર થઈ જશે. ચોકલેટમાં રહેલ કોકો મસલ્સને રિલેક્સ કરીને થાક દૂર કરી શકાય છે.

દહી : પ્રોટીન અને કાર્બોહાઇડ્રેડથી ભરપૂર દહી ખાવાથી તમને એનર્જી મળે છે અને સુસ્તી દૂર થાય છે, પણ ધ્યાન રહે કે મલાઈ વાળું દહી ખાવાનું નથી. સાદું જ દહી ખાવાનું છે.

ગ્રીન ટી : વજન ઓછું કરવાની સાથે સાથે ગ્રીન ટી એ થાક પણ દૂર કરે છે અને સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી પીવાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો અને માથાનો દુખાવો તમારાથી દૂર રહેશે.

અજમો : હેલ્થ એક્સપર્ટ અનુસાર ગેસની બીમારીમાં ફાયદાકારક અજમો શરીરની સુસ્તી પણ દૂર કરે છે. સવારે પાણીમાં થોડો અજમો નાખી ઉકાળી લો અને પછી ગાળીને આને પીવામાં આવે છે તો આખો દિવસ તમે એનર્જીથી ભરપૂર રહેશો અને આ સાથે સાંધાના દુખાવામાં પણ રાહત રહેશે.

નારિયળ પાણી : સાદું પાણી પીવાની જગ્યાએ નારિયળ પાણી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. જ્યારે પણ તમને થાક અનુભવાય તો એક લીલા નારિયળનું પાણી પી લેવું, તરત જ થશે ફાયદો.

Leave a Comment