આયુર્વેદ

આ ફળના પાનનો આ રીતે ઉપયોગ કરી લેશો તો, ચપટી વગાડતાં ભાગી જશે ડેન્ગ્યુ.

પપૈયાંના પાનમાં વિટામિન એ, બી, સી, ડી અને ઇ સાથે એંટીઓક્સિડેન્ટ, ફલેવોનોઈડ્સ, કેરોટિન જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે. પપૈયાંના પાનના પોષકતત્વોથી ભરપૂર માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે પપૈયાંના પાનના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં બ્લડ પ્લેટલેટ્સને વધારવામાં મદદ મળે છે. ચાલો તમને જણાવીએ પપૈયાંના પાનના જ્યુસ પીવાથી શરીરમાં શું લાભ થાય છે.

ડેન્ગ્યુમાં મદદરૂપ થાય : ડેન્ગ્યુના કેસમાં પપૈયાના પાનનો જ્યુસ પીવો સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ રસ ડેન્ગ્યુ સામે લડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે તાવને કારણે શરીરમાં ઘટતા પ્લેટલેટ્સ અને નબળાઇને દૂર કરવામાં પણ મદદ કરે છે.

પાચન શક્તિ વધારે છે : પપૈયાંને પાચન શક્તિ માટે સારું માનવામાં આવે છે, પણ તમને જણાવી દઈએ કે ફક્ત પપૈયું જ નહીં પણ તેના પાન પણ પાચનને હેલ્થી કરવામાં મદદરૂપ થાય છે. પપૈયાંના પાનના જ્યુસનું સેવન કરવાથી પાચન સારું રાખી શકાય છે. તેમ મળતા એન્જાઈમ ભોજનને જલ્દી પચાવવાનું કામ કરે છે અને પેટને પણ સ્વસ્થ રાખે છે.

પિરિયડ્સ ના દુખાવામાં મળશે રાહત : મહિલાઓને અવારનવાર પિરિયડમાં પેટમાં દુખાવો અને કરેમ્પસની સમસ્યા થતી હોય છે. પિરિયડના આ દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે પપૈયાંના પાનનો જ્યુસ બનાવીને પી શકો છો.

ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે : પપૈયાના પાનનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પપૈયાના પાનનો રસ શરીરને વાયરલ ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. આ જ્યુસ પીવાથી લોહીમાં શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સ વધારવામાં મદદ મળે છે.

આયરનની કમીને દૂર કરે છે : પપૈયાંના પાનના જ્યુસના સેવનથી શરીરની આયરનની કમી દૂર કરી શકાય છે. પપૈયાંના પાનના જ્યુસના સેવનથી બ્લડ પ્લેટલેટ્સ વધારવામાં મદદ મળે છે. જો તમારા શરીરમાં આયરનની કમી છે તો તમે પપૈયાંના પાનનું જ્યુસ પી શકો છો.

સ્કીન હેલ્થી બનાવશે : આ પાનના જ્યુસના સેવન કરવાથી સ્કીન પણ હેલ્થી રહે છે. કેમ કે આ સ્કીન પરના બંધ રોમછિદ્રોને ખોલવા, ખીલ વગેરે જેવી સમસ્યામાં રાહત આપે છે. સ્કીન પર લગાવવાથી પપૈયાંમાં રહેલ પપૈન સ્કીનને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *