જિંદગીમાં ક્યારેય બીમાર નહીં પડે બાળકો, ખાલી દૂધમાં ઉમેરીને ખવડાવી દો આ એક વસ્તુ.

કેસરનું સેવન એ ફક્ત મોટા લોકો માટે જ નહીં પણ બાળકો માટે પણ ફાયદા કારક હોય છે. કેસરની તાસીર ગરમ હોય છે. ઠંડીના દિવસોમાં જો તમે કેસરનું સેવન બાળકોને કરાવો છો બાળકોને થતી શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કેસરનો ઉપયોગ તમે પુલાવ, સેન્ડવીચ, શાક, સ્ટફ પરાઠામાં ઉમેરીને કરી શકો છો. રાત્રે કેસરનું દૂધ પીવાથી શરદી ઉધરસ જલ્દી સારું થઈ જાય છે.

1. બાળકોને તાવ આવવાથી બચાવશે કેસર : અવાર નવાર વાતાવરણ પરિવર્તનથી બાળકો ના શરીરના તાપમાનમાં ફરક આવતો હોય છે, બાળકોને આવી સિઝનમાં ખૂબ તાવ આવી જતો હોય છે. આની માટે કેસરનું સેવન ખૂબ ફાયદો આપે છે. રાત્રે બાળકને એક ગ્લાસ ગરમ દૂધમાં કેસર અને હળદર મિક્સ કરીને આપી શકો. કેસરના દૂધથી બાળકનો તાવ ગાયબ થઈ જશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

2. બાળકોને રાત્રે ઊંઘ ના આવે તો : જો તમારા બાળકને ઘણા પ્રયત્ન કરવા છતાં પણ રાત્રે સમયસર ઊંઘ નથી આવતી તો તેમને કેસરનું સેવન કરવા આપો. કેસરથી અનિંદ્રા જેવી મુશ્કેલી દૂર થઈ જાય છે. આની માટે તમારે કેસરને પાણીમાં પલાળી રાખો પછી આ પાણીને તમે બાળકને દૂધમાં મિક્સ કરી પીવડાવો. જો કેસર દૂધ સાથે પસંદ ના હોય તો તમે બાળકને જે વસ્તુ ભાવતી હોય તેમાં પલાળેલા કેસરની પેસ્ટ ઉમેરીને આપી શકો.

3. બાળકોનું પાચન કરશે મજબૂત : પાચન માટે કેસર ખૂબ ફાયદાકારક છે. નાના બાળકોમાં પાચનક્રિયામાં ઘણી મુશ્કેલી આવતી હોય છે. તો આ મુશ્કેલી દૂર કરવા માટે કેસરનું સેવન કરાવી શકે છે. બાળકો કાઇ પણ ખાઈ પી લેતા હોય છે પછી તેમના પેટમાં કોઈને કોઈ તકલીફ થતી હોય એવામાં જો બાળકોને ભોજનમાં કેસર મિક્સ કરીને આપી શકો તો સારું રહશે. જો એ પસંદ ના હોય તો કેસરવાળું દૂધ આપી શકો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. બાળકોની ઇમ્યુનિટી વધારવા : બાળકોમાં રોગપ્રતિકારક શકતી વધારવા માટે કેસરએ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જે બાળકો ખૂબ બીમાર થતાં હોય છે તેની પાછળ એક કારણ હોય છે કે તેમની ઇમ્યુનિટી ખૂબ ઓછી હોય છે.

ઇમ્યુનિટી એ શરીરને બીમારી સામે લડવા માટે તાકાત આપે છે. તો આવા બાળકોને દૂધમાં કેસર ઉમેરીને આપવું જોઈએ. જો બાળકો દૂધ ના પીતા હોય તો તમે તેમની માટે મગસના લાડુ બનાવી શકો અને તેમાં કેસર ખાસ ઉમેરો.

5. બાળકોની આંખો સ્વસ્થ રહે છે : કેસરના સેવનથી બાળકોની આંખો હેલ્થી રહે છે. આજના સમયમાં યોગ્ય ખાવા પીવાને લીધે બાળકોની આંખો ખૂબ નબળી થઈ જતી હોય છે એમાં પણ હવે તો બાળકો ફોનનો બહુ વપરાશ કરતાં હોય છે.

એવામાં આંખો નબળી પડવી એ સામાન્ય વાત છે. એવામાં આંખને હેલ્થી રાખવા માટે કેસરનું સેવન ખૂબ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવામાં આવે તો બાળકોની આંખો હેલ્થી રહે છે.

Leave a Comment