ઘૂંટણનો દુખાવો આજે બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. ઠંડક અને સિઝન બદલાતા જ આ દુખાવામાં વધારો થતો હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે ડૉક્ટરની મદદ લઈ શકો છો અને જો તમે ઘરગથ્થું ઉપચાર શોધી રહ્યા છો તો આજે અમે તમારી માટે લાવ્યા છે ઘૂંટણના દુખાવામાં રાહત આપે એવા કેટલાક સરળ ઉપાય.
મેથી દાણા : ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે મેથી દાણાનો ઉપયોગ કરો. આની માટે તમારે અડધી ચમચી મેથીનો પાવડર લેવો અને જામી લીધા પછી સવારે અને સાંજે ગરમ પાણીનું સેવન કરો તમે ઈચ્છો તો રાત્રે પણ અડધી ચમચી મેથી દાણા અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખી શકો છો. પછી સવારે આ દાણા ચાવી જવાના રહેશે. આમ કરવા પછી પાણી પણ પી જવાનું રહેશે. સવારે આમ કરવાથી આરામ મળે છે.
હળદરવાળું દૂધ : હળદરવાળા દૂધના સેવનથી ઘૂંટણ કે અન્ય સાંધાના દુખાવામાં પણ ઘણી રાહત મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને રાત્રે સૂતા પહેલા પીવાથી દુખાવામાં આરામ મળે છે.
હળદરના પાવડરને બદલે જો તમે કાચી હળદરને પીસીને દૂધમાં મિક્સ કરીને પીશો તો તમને વધુ ઝડપથી આરામ મળે છે. આ સાથે તેમ થોડા ટીપાં ઘી પણ ઉમેરી શકો છો જેનાથી શરીરમાં હાડકાંમાં જોઈએ એવી ચીકાશ બની રહે છે.
આદું : આદુંના ઉપયોગથી પણ ઘૂટણના દુખાવામાં રાહત મેળવી શકો છો. તેના વપરાશથી શરીરને ઘણો ફાયદો થાય છે. તમે આદુંને ચા, શાક, ચટણી અને અથાણાંની જેમ પણ કરી શકો છો. આદુંએ ફક્ત ઘૂંટણ માટે જ નહીં પણ શરીરના બીજા અનેક દુખાવા પણ દૂર કરી દેશે. શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યા દરમિયાન પણ આદુંનું સેવન કરી શકો છો. તમને પસંદ હોય તો તમે આદુંની ચા પણ પી શકો છો.
એલોવેરા : ઘૂંટણના દુખાવા અને અન્ય સાંધાના દુખાવામાં એલોવેરા ફાયદાકારક છે. દુખાવાની સ્થિતિમાં એલોવેરાના પલ્પને બહાર કાઢી તેમાં હળદરનો પાઉડર ભેળવી, ગરમ કરીને દુખાવાની જગ્યા પર બાંધી દેવી જોઈએ. તેનાથી દુખાવો અને સોજામાં જલ્દી રાહત મળે છે.
તુલસીનો રસ : દુખાવો ઘૂંટણમાં હોય કે પછી શરીરમાં કોઈપણ જગ્યાએ હોય તુલસીના રસનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના માટે એક ચમચી તુલસીનો રસ કાઢી લો અને તેને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરી પછી પીવાનું રહેશે. આવું દરરોજ કરવાથી દુખાવામાં જલ્દી રાહત મળે છે.
મધ અને ઘી સાથે ત્રિફળાનું સેવન કરવું : ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે લેવાથી ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે. અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ એક ચમચી મધ સાથે મિક્સ કરો. તેમજ તેમાં અડધી ચમચી દેશી ઘી ઉમેરો. દરરોજ સવારે આ મિશ્રણનું સેવન કરવાથી દુખાવામાં આરામ મળે છે.