આપણાં દેશમાં એવા ઘણા ફ્રૂટ છે જેના વિષે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. પણ આ શાક અને ફળ એ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આજે અમે તમને એક એવા જ ફળ વિષે જણાવી રહ્યા છે જેના ફાયદા વિષે વાત કરી રહ્યા છે.
આપણે ગુજરાતીઓ આ ફળ ખૂબ ખાઈએ છે પણ તેના લાભ વિષે બહુ ઓછા લોકો જાણે છે. તો તમને જણાવી આ ફળનું નામ છે ગુંદા. હા એ જ ગુંદા જેનું આપણે અથાણું ખાઈએ છે.
1. ખાંસી, ગળામાં ખીચ ખીચ ઓછી કરવા : ખાંસી અને એ દરમિયાન થતી ગળાની ખીચ ખીચથી પરેશાન છો તો તમારે ગુંદાના ફળને પાણીમાં ઉકાળવું અને તમે તેની છાલનું પણ સેવન ઉકાળો બનાવીને કરી શકો છો. ગળું ખરાબ હોય કફ, ખાંસીની સમસ્યા હોય તો એક બે દિવસમાં જ દૂર થઈ જશે.
2. સોજો ઓછો કરશે : સોજાની સમસ્યા અવાર નવાર લોકોને હેરાન કરતી હોય છે તેમાં ગુંદા ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સાંધામાં દુખાવો, સોજા હોય તો તેની છાલનો ઉકાળો બનાવો. તેમાં થોડું કપૂર મિક્સ કરવું અને જે જગ્યાએ સોજો કે દુખાવો હોય ત્યાં મસાજ કરવી. છાલ કે પછી તેના પાનને પીસીને લેપ પણ લગાવી શકો છો.
3. સ્કીન સંબંધિત સમસ્યામાં થશે રાહત : જો તમને ખાજ, ખૂજલી, ગુમડાની સમસ્યા છે તો ગુંદાની પેસ્ટ બનાવીને જે તે જગ્યાએ લગાવી શકો છો. તેનાથી ખંજવાળ, ધાધરમાં પણ રાહત મળશે.
શારીરિક રીતે બનશો મજબૂત : જો તમારે શારીરિક રીતે મજબૂત થવું છે, તો તમે ગુંદાનું ફળ કાચું કે સૂકું ખાઈ શકો છો. તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે.
ઘણી જગ્યાએ લોકો સુકા ગુંદાના લાડુ બનાવીને ખાય છે, જેથી તેમને શારીરિક શક્તિ મળે છે. શરીરને ઉર્જા મળશે. લોકો તેનું શાક પણ ખાય છે. શરીરમાં આયર્નની ઉણપ દૂર થશે.
માસિક ધર્મની સમસ્યા થશે દૂર : જો તમને દર મહિને માસિક દરમિયાન ખૂબ જ દુખાવો, પેટમાં દુખાવો, કમરમાં દુખાવો અથવા તો મૂડ સ્વિંગ જેવી સમસ્યા થાય છે તો તમે ગુંદાનું સેવન કરી શકો છો. આ સિવાય તમે તેની છાલનો ઉકાળો પણ પી શકો છો તેનાથી જલ્દી રાહત મળે છે.