આયુર્વેદ

ઘડપણમાં પણ રહેશો એકદમ જુવાન, જો આજથી જ ફોલો કરવા લાગશો આ ટિપ્સ.

આજના સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવા પીવાની આદતને લીધે ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. 30 ની ઉમર પાર થાય એટલે શરીરમાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે આ સાથે તમારે પણ લાઈફસ્ટાઈલ અને ખાવા પીવાની આદતમાં બદલાવ કરવો જોઈએ.

આમ તમે નથી કરતાં તો તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. ચાલો તમને જણાવીએ અમુક ખાસ નિયમ વિષે જે તમારે અપનાવવા જોઈએ.

1. આજના સમયમાં બધાને ખૂબ જ ઉતાવળ હોય છે ઘણા લોકો આવા સમયમાં શાંતિથી બેસીને જમતા પણ નથી. પણ તમને જણાવી ડી કે તમારી આ આદત તમને નુકશાન કરી શકે છે.

એટલે થોડો સમય કાઢીને શાંતિથી બેસીને ખાવાનું ખાવ. ખાસ ધ્યાન રાખો કે ભોજન હમેશાં હાથથી જ કરો. દાળ ભાત પણ હાથથી જ ખાવ. ચમચીનો ઉપયોગ કરશો નહીં.

2. આજકાલ બધાને આદત હોય છે કે જમવાના સમયે પણ તેમની પાસે મોબાઈલ અને બીજા ગેજેટ રાખે જ છે. આમ કરવાથી તામૃ મગજ બે બાજુ વહેંચાઈ જાય છે.

ફોન હાથમાં હોવાથી ઘણીવાર વધુ ભોજન લઈ લેવાતું હોય છે તો ઘણીવાર ઓછું પણ ખવાઇ જતું હોય છે. એટલે જમવાના સમયે હમેશાં ફોન અને બીજા ગેજેટ્સ દૂર રાખો.

3. નટ્સને શામેલ કરો : તમારા દૈનિક ભોજનમા એક મુઠ્ઠી નટ્સ ખાવ જેમાં સવારે બદામ, અખરોટ ખાઈ શકો છો અને તમે ઈચ્છો તો બપોરે મગફળી કે કાજુ પણ ખાઈ શકો છો.

4. આ વસ્તુઓનું સેવન કરો : હમેશાં સ્વસ્થ રહેવા માંગો છો તો સિઝન પ્રમાણે શાકનું સેવન કરો. ચોમાસામાં પરવળ, ભીંડા. કારેલાં બધાનું સેવન કરો.

5. લીલા શાકભાજી, નટ્સ અને ફ્રૂટ સાથે સાથે તમારી ડાયટમાં રાગી, જુવાર અને બાજરાનું સેવન કરો.

6. દહીનું સેવન કરો : દરરોજ બપોરે દહી ખાવાનું ભૂલવું જોઈએ નહીં. તેનાથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરશે.

7. ઘી : સેલિબ્રિટી હેલ્થ એક્સપર્ટ અનુસાર તમારે નાસ્તામાં, લંચમાં કે પછી ડિનરમાં એક નાની ચમચી ઘી જરૂર લેવું જોઈએ. તેનાથી તમારી સ્કીન હમેશાં સોફ્ટ અને ગલોઇન્ગ રહેશે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.

8. કસરત : તમે ગમે એટલા વ્યસ્ત હોવ પણ કસરત કરવા માટે 30 મિનિટ જેટલો સમય કાઢવો જોઈએ. તેનાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો અને સાથે અનેક બીમારીઓ દૂર રહેશે.

9. સુવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય : આજના સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલને લીધે લોકોના સૂવાનો અને ઊઠવાનો કોઈ ફિક્સ સમય રહેતો નથી. તેની અસર આપણી હેલ્થ પર થાય છે. એટલે હમેશાં ઊંઘવા અને ઉઠવાનો સમય ફિક્સ કરો.

10. નકામા કામમાં સમય વધુ બગાડવો નહીં : આજના સમયમાં આપણે ઘણો સમય ફાલતુ કામ પાછળ બગડતા હોઈએ છે એવામાં એવું કામ કરો જેનાથી તમને લાભ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *