આયુર્વેદ

શરદી, તાવથી લઈ ધાધર જેવી બીમારીઓને દૂર કરે છે આ વસ્તુ, 1 જ દિવસમાં મળી જશે આરામ.

ગળો એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરીને શરીરની એક નહીં પણ અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. ગળો સ્વાદમાં કડવું હોય છે પણ તેના ગુણ મીઠા લાગે છે. લીમડાના ઝાડ ઉપર વેલા તરીકે ગળો જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે.

ગળો નો ઉપયોગ કરવો હોય તો તેને ઘરે લાવી બરાબર સાફ કરીને સુડીની મદદથી નાના કટકા કરી લેવા ત્યાર પછી તેને સૂકવી અને તેનો પાવડર બનાવી લેવો અથવા તો સુકાયેલા ગળા નો ઉપયોગ પણ કરી શકો છો.

ગળો ની સુકવીને જે પાવડર તૈયાર કરો તેને રોજ સવારે પાણી સાથે પી જવું. ગળોનું ચૂર્ણ એક ચમચી રોજ લેવાથી શરીરમાંથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

1. જો તાવ વારંવાર પરેશાન કરતો હોય તો ઘડોના ચૂર્ણને મધ સાથે ઉમેરીને દિવસમાં બે વખત ચાટી લેવું.

2. ડાયાબિટીસના દર્દીઓએ ગળોનું ચૂર્ણ પાણી સાથે દિવસમાં એક વખત લેવું. તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

3. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અને તમે વારંવાર બીમાર પડતા હોય તો ગળોનું ચૂર્ણ અને આમળાનો પાવડર તેમજ હળદર એક સાથે મિક્સ કરીને રોજ તેનું સેવન કરવું.

4. ક્ષયનુ રોગ થયો હોય તો ગળોનું ચૂર્ણ દૂધ સાથે પીવું જોઈએ તેનાથી દર્દીને આરામ મળે છે.

5. ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીમાં ગળોનું સેવન દર્દીને કરવું જોઈએ તેનાથી તુરંત જ રાહત મળે છે.

6. સંધિવા કે ગઠિયોવા હોય તો ગળોનો લેપ તૈયાર કરીને દુઃખતા સાંધા પર લગાડવો. તેનાથી દુખાવો દૂર થાય છે અને સોજો પણ ઉતરે છે.

7. જો કોઈની આંખ નબળી પડી ગઈ હોય આંખમાં આંજણી થતી હોય કે આંખની અન્ય સમસ્યાઓ હોય તો ગળાનું ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી આંખની સમસ્યાઓ દૂર થાય છે.

8. શારીરિક સંબંધ બાંધવામાં સમસ્યા થતી હોય, યૌન શક્તિ નબળી પડી ગઈ હોય તો ગળોનું ચૂર્ણ લેવાથી લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *