વર્ષો પહેલા પણ આજે જે સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે તે થતી હતી. પરંતુ તે સમયે દવાઓ અને ઇન્જેક્શન ને બદલે આયુર્વેદિક ઔષધીઓથી ઉપચાર કરવામાં આવતો.
આ ઔષધીઓથી ઉપચાર કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેની કોઈ આડઅસર હોતી નથી અને તેનાથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવે છે.
તેમાં પણ કેટલીક સમસ્યા તો એવી છે જે થાય ત્યારે કેમિકલ યુક્ત દવાઓ લેવાને બદલે જો શરૂઆતમાં જ તમે દેશી ઉપાય કરી લો તો સમસ્યાથી કાયમી મુક્તિ મળી જાય છે. આયુર્વેદ ઉપાય કરવાથી શરીરને કોઈપણ પ્રકારની આડઅસર થવાની ચિંતા પણ સતાવતી નથી.
આવી જ એક અક્ષિર આયુર્વેદિક ઔષધી છે રાયનો છોડ. તેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે અને શરીર ની સમસ્યાઓને મટાડી શકાય છે. આજે તમને તેના આવા જ અસરકારક ઉપાયો વિશે જણાવીએ.
જ્યારે વ્યક્તિની ઉંમર વધે છે તો ઉંમરની સૌથી પહેલા અસર ત્વચા ઉપર દેખાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ ત્વચા ઉપર કરચલી દેખાવા માંડે છે. તેવામાં જો તમે ત્વચા ઉપર રાઈના તેલથી માલિશ કરો છો તો ત્વચા ઉપર કરચલીઓ પડતી નથી.
આવી જ રીતે જો શરીરમાં કોઈ જગ્યાએ લોહી જામી જતું હોય અથવા તો કોઈ નસ બ્લોક થઈ ગઈ હોય તો તે જગ્યા ઉપર રાયના તેલથી માલિશ કરવી જોઈએ. તેનાથી બ્લોક થયેલી નશો પણ તુરંત જ ખુલી જાય છે અને આરામ મળે છે.
ઘણી વખત એવું થાય કે અજાણતા કોઈ એવી ઝેરી વસ્તુ પેટમાં જતી રહે જેના કારણે શરીરમાં તકલીફ થવા લાગે છે અથવા તો કોઈ ઝેરી જંતુ કરડી જાય ત્યારે પણ રાય ઉપયોગી થાય છે.
તેના માટે ૧૦ ગ્રામ રાઈને ઠંડા પાણીમાં લસોટી તેને 400 ગ્રામ પાણીમાં ઉમેરીને દર્દીને પીવડાવી દેવું. આ પાણી પીધા ની સાથે જ દર્દીને ઉલટી થશે અને પેટમાં ગયેલું ઝેર બહાર આવી જશે.
જો કાંટો કાચ કે ખીલી જેવી લોખંડની વસ્તુ ચામડીમાં વાગી ગઈ હોય તો તુરંત જ રાયનું ચૂર્ણ ઘી અને મધ સાથે તે જગ્યા પર લગાડી દેવું. તેનાથી શરીરમાં ગયેલી વસ્તુ બહાર આવી જાય છે અને પાક પણ થતો નથી.