જો આજીવન નિરોગી રહેવું હોય તો આજના સમયમાં આ વસ્તુ અશક્ય લાગે. પરંતુ તમને જણાવી દઈએ કે આયુર્વેદ અનુસાર આજના સમયમાં એટલે કે, આધુનિક જીવનશૈલીમાં પણ આજીવન નિરોગી રહેવું શક્ય છે.
જો તમે જીવો ત્યાં સુધી યુવાન અને તંદુરસ્ત રહેવા ઈચ્છતા હોય તો તમારે આયુર્વેદમાં દર્શાવેલા પાંચ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ પાંચ નિયમોનું પાલન જો તમે કરશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. જો આ નિયમ અનુસાર તમે તમારી દિનચર્યામાં રહો છો તો તમારે કોઈપણ સમસ્યા માટે દવા ની ટીકડી ખાવી નહીં પડે.
પહેલો નિયમ છે કે, ખોરાકમાં ખાંડ ઓછી લેવી અને ગોળ નો ઉપયોગ વધુ કરવો. કોઈપણ ખોરાકમાં ગળપણ વધારવું હોય તો તેમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો.
આ બંને વસ્તુ શેરડીમાંથી જ મળે છે પણ ખાંડમાં કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે અને ગોળમાં કેમિકલ નો ઉપયોગ થતો નથી.
આજ કારણ છે કે, ખાંડને સફેદ ઝેર પણ કહેવામાં આવે છે કારણ કે તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ધીરે ધીરે સમસ્યાઓ વધવા લાગે છે તેથી ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ..
આયુર્વેદ નો બીજો નિયમ છે કે, નીરોગી રહેવું હોય તો ભોજનમાં તેલનું પ્રમાણ ઘટાડી અને ઘીનું પ્રમાણ વધારવું.
ઘી નું સેવન કરવાથી હૃદય તંદુરસ્ત રહે છે અને મગજની શક્તિ પણ સુધરે છે જોકે જરૂરી છે કે ઘી શુદ્ધ અને દેશી હોય. ભોજનમાં તેલને બદલે ઘીનો ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે.
ત્રીજો નિયમ છે કે, અનાજ ઓછું અને ફળ વધારે ખાવા. દૈનિક આહારમાં અનાજનું પ્રમાણ ઓછું અને ફળનું પ્રમાણ વધારે રાખવું.
ફળ ખાવાથી શરીરને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે. તેથી જ રોજિંદા આહારમાં અનાજનું પ્રમાણ ઘટાડીને ફળનું પ્રમાણ વધારે રાખવું.
સૌથી છેલ્લો અને મહત્વનો નિયમ છે કે આરામ ઓછો અને કસરત વધારે કરવી. આજીવન નિરોગી રહેવું હોય તો આ નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
શરીરમાંથી જેટલું પરસેવો પડશે એટલું શરીર તંદુરસ્ત રહેશે. આ માટે જરૂરી છે કે તમે સતત આરામ કરવાને બદલે કસરત પણ કરો.
શક્ય હોય તો દિવસની શરૂઆત કસરતથી જ કરવી અને નિયમિત રીતે કસરત કરતા રહેવું. જો તમે આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું શરીર આજીવન નિરોગી રહેશે.