શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ બંને પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તે હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય છે. તેથી જ જરૂરી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું રહે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ બહારનું ભોજન, બેઠાડું જીવનશૈલી, અને વ્યાયામનો અભાવ હોય છે. છો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તે સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત છે. તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે.
જો કોલેસ્ટ્રોલ તમારું વધી રહ્યું હોય તો સૌથી પહેલા તો તળેલું તેલવાળું અને ઘી વાળું ખોરાક લેવાનું બંધ કરો. આવી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. સાથે જ ભોજનમાં લીલા ધાણાનો સમાવેશ કરવો જરૂરી છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં લેવા માટે સલાડ વધારે ખાવું અને તેમાં પણ કોથમીર ઉમેરી દેવી. જો તમે સવારે ઊઠીને ચા અથવા કોફી પીતા હોય તો તેને બદલે ગ્રીન ટી પીવાનું શરૂ કરો. આ સાથે જ રોજ સવારે એક સફરજન ખાવાનું રાખો તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે.
તમે ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા ખાઈ શકો છો તેનાથી પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે. આ સિવાય દૈનિક આહારમાં વિટામીન સી યુક્ત પદાર્થોનું પ્રમાણ વધારો.
કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવું હોય તો ડ્રાયફ્રુટ પણ ડાયટમાં સામેલ કરો. તેનાથી શરીરની પાચનશક્તિ વધે છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
ભોજન સાથે ડુંગળી ખાવાથી પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. ભોજન સાથે એક વાટકી દહીં ખાવાની પણ આદત પાડો તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે.
ભોજનમાં દાડમ નો રસ પીવાથી પણ લાભ થાય છે. આ સિવાય આમળા અને લસણ નું પ્રમાણ પણ દૈનિક આહારમાં વધારવું જોઈએ તેનાથી પણ કોલેસ્ટ્રોલ ઘટે છે. કોલેસ્ટ્રોલને ઝડપથી કંટ્રોલમાં કરવું હોય તો સવારે ચાલવાની આદત પાડો.