આયુર્વેદ શાસ્ત્રમાં અનેક એવી ઔષધીઓનો ઉલ્લેખ મળે છે જેનું સેવન યોગ્ય રીતે કરવાથી શરીર આજીવન નીરોગી રહી શકે છે.
પહેલાના સમયમાં જ્યારે દવાઓ ન હતી ત્યારે આ પ્રકારની ઔષધીઓ દ્વારા જ લોકો લાંબુ આયુષ્ય નિરોગી રીતે જીવી શકતા હતા. આજે તમને આયુર્વેદની આવી જ એક ઔષધી વિશે જણાવીએ જેનું નામ અમર ફળ છે.
અમર ફળ નો ઉપયોગ કરીને તમે અનેક બીમારીઓને દબાવીના દૂર કરી શકો છો. આ ફળ આમ તો મલેશિયામાં સૌથી વધારે જોવા મળે છે અને તેનું મૂલ્ય સોના જેટલું કીમતી છે. કારણ કે આ ફળ જ એવું છે કે તેનાથી અનેક બીમારીઓનો ઈલાજ થઈ જાય છે.
આ ફળના ઘરનો ઉપયોગ કરીને શરીરની ગરમીને શાંત કરી શકાય છે. સાથે જ તેના ઉપયોગથી હરસ અને મસાની સમસ્યા પણ દૂર થાય છે.
અમર ફળના લાભ પ્રાપ્ત કરવા હોય તો તેનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરવો જોઈએ. જેમકે સૌથી પહેલા આ ફળની છાલ કાઢીને તેના ગર્ભને પાણીમાં પલાળી દેવો. ત્યાર પછી તેને સાકર સાથે લેવાનું રાખો.
આ ફળ એવી સ્ત્રીઓ માટે વરદાન રૂપ છે જેને સંતાન પ્રાપ્ત થતું ન હોય. સંતાન પ્રાપ્તિ માટે આ ફળનો પતિ પત્ની બંને ઉપયોગ કરવો જોઈએ. તેનું સેવન કરવાથી સંતાન પ્રાપ્તિની શક્યતાઓ વધી જાય છે.
જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય તો અમર ફળ પાણી સાથે લેવાનું રાખો. તેનાથી શરીરમાં થતા અલ્સર મટે છે.
જે સ્ત્રીને માસિક સમયે વધારે સ્ત્રાવ થતો હોય દુખાવો થતો હોય ખંજવાળ આવતી હોય કે માસિક અનિયમિત થઈ ગયું હોય તો તેને પણ અમર ફળનું સેવન કરવું જોઈએ.
જો કોઈ મહિલાને પાંચ દિવસથી વધારે માસિક આવતું હોય અને વધારે સ્ત્રાવ થતો હોય તો અમર ફળને પાણીમાં પલાળીને તેમાં સાકર ઉમેરી તેનું સેવન કરવું તેનાથી માસિક પણ નિયમિત થાય છે અને શરીરમાં આવેલી નબળાઈ દૂર થાય છે.
પુરુષોને જો વીર્યની કોઈ તકલીફ હોય અને બાળક થતું ન હોય તો ભોજનમાં અમર ફળનો ઉપયોગ કરવો તેનાથી વીર્ય માં સુધારો થાય છે અને સ્ત્રીને ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે