આયુર્વેદ

હરસ, ભગંદર જેવા રોગમાંથી ઘર બેઠા મળશે કાયમી મુક્તિ, ખાલી કરવું પડશે આ નાનકડું કામ.

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે જેના કારણે ગંભીર રોગ સરળતાથી થઈ જાય છે. આવો જ એક ગંભીર અને પીડાદાયક રોગ છે હરસ અને ભગંદર.

આ રોગ એવા છે જેની પીડા સહન થાય નહીં અને તમે કોઈને કહી પણ ન શકો. આ સમસ્યામાં મોટાભાગના કેસમાં લોકોને ઓપરેશન કરાવવું પડે છે.

આ સિવાય લોકોમાં માન્યતા છે કે ઓપરેશન વિના આ સમસ્યાથી મુક્તિ ન મળે. પરંતુ એવું નથી આજે તમને હરસ ભગંદર જેવી બીમારીથી કાયમી મુક્તિ અપાવે તેવા કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવીએ.

આ ઉપાયો માંથી તમારી તસ્વીરને અનુકૂળ હોય તેવો ઉપાય તમે કરી શકો છો. આ ઉપાય થોડા સમય માટે કરવાથી તમને આ બીમારીથી ચોક્કસથી રાહત મળશે.

1. હરસ ની તકલીફને મટાડવા માટે કાળા તલ સાથે સાકર મિક્સ કરીને ખાવી જોઈએ. આ સિવાય છાશમાં સૂંઠનો પાઉડર ઉમેરીને પીવાથી પણ હરસ અને ભગંદર દૂર થાય છે.

2. લીલા ધાણાને રાત આખી પાણીમાં પલાળીને રાખી દેવા અને સવારે આ પાણી પી જવું તેનાથી મસા મટી જાય છે.

3. સૂકા હરસ ની તકલીફ હોય તો છાશમાં ગોળ ઉમેરીને તેનું સેવન કરવું તેનાથી લોહી નીકળવાની સમસ્યા દૂર થાય છે.

4. કારેલાના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી પણ હરસ અને ભગંદર દૂર થાય છે.

5. હરસ ની સમસ્યાને મટાડવા માટે ધાણા અને ખાંડને મિક્સ કરીને ખાઈ શકાય છે તેનાથી હરસ માંથી પડતું લોહી બંધ થાય છે. પાણીમાં હળદર ઉમેરીને તેનું સેવન કરવાથી પણ હરસ ની સમસ્યા દૂર થાય છે.

6. હરસ માંથી લોહી પડતું હોય તો જીરું સૂંઠ અને સિંધવ નમક ને મિક્સ કરીને દહીં સાથે લેવાથી તકલીફ મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *