કોડુ તો તમે પણ આજ સુધી ઘણી વખત ખાધું હશે. આ વસ્તુ દેખાવમાં સામાન્ય લાગે છે પણ તેમાં ઔષધીય ગુણનો ખજાનો છુપાયેલો છે. ખાસ કરીને કોળાના બીજ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે.
કોળાના બીજમાં મેગ્નેશિયમ મેંગેનીઝ ફોસ્ફરસ કોપર જસત તેમજ પ્રોટીન હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વોથી પણ ભરપૂર હોય છે. તેનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને શરીરને નિરોગી રાખી શકાય છે.
કોળાના બીજનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. જેમ કે તમે તેને સલાડ સાથે, તેની ચટણી બનાવીને કે શાકમાં ઉમેરીને લઈ શકો છો.
તમે કોઈપણ રીતે કોળા ના બીજ નો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને કેવા લાભ થાય છે ચાલો તે પણ જણાવીએ.
કોળાના બીજમાં એવા ગુણ હોય છે જે બળતરા ને દૂર કરે છે અને સોજા પણ ઉતારે છે. કોળાના બીજનો ઉપયોગ કરવાથી હાથ પગના દુખાવા અને સંધિવાના દુખાવાથી પણ રાહત મળે છે. તેના બીજ નું તેલ કાઢીને દુખાવા પર માલિશ કરવાથી દુખાવો મટે છે.
કોળાના બીજને તમે એકલા પણ ખાઈ શકો છો. દિવસ આખો દોડધામના કારણે શરીરમાં થાક અને ઊર્જાનો અભાવ રહેતો હોય તો આ વસ્તુનો ઉપયોગ આજથી જ શરૂ કરી દો.
તમારા દૈનિક આહારમાં તમે કોઈપણ રીતે કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો. તેમાં એમિનો એસિડ હોય છે જે સ્ટ્રેસ લેવલ ઘટાડે છે.
જો તમને હાડકાની બીમારી હોય તો પણ આ બીજ ખાવાની શરૂઆત કરી જ દેવી તેનાથી હાડકા મજબૂત થાય છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો કોળાના બીજ ખાવાની શરૂઆત કરો. તેનાથી કોલેસ્ટ્રોલ વધતું અટકે છે અને બ્લડપ્રેશર તેમજ માઈગ્રેન જેવી તકલીફમાં પણ આરામ મળે છે.
જે લોકોને ડાયાબિટીસ હોય તેવો કોળાના બીજનો ઉપયોગ કરી શકે છે. તેને ભોજન સાથે લેવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે.