આપણાં રસોડામાં રહેલ હિંગ એ ભોજનનો ટેસ્ટ તો વધારે જ છે સાથે સાથે શરીરની ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે. પેટમાં જ્યારે કબજિયાત રહે કે પછી આંટીઓ વળતી હોય ત્યારે હિંગ એ ખૂબ ઉપયોગી થાય છે.
પણ તમને ખબર છે હિંગને તમે પેટ પર દુંટીની આસપાસ લગાવીને કેટલી મુશ્કેલીઓમાંથી બચી શકો છો. ચાલો તમને જણાવી દઈએ. તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે દુંટીમાં અલગ અલગ તેલ નાખવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે.
પણ તમને જણાવી દઈએ કે આપણાં દાદી અને નાનીનો એક નુસખો કે જે છે હિંગ. હિંગને પણ દુંટીની આસપાસ લગાવવાથી ઘણા ફાયદા થાય છે. ચાલો તમને જણાવી દઈએ.
પેટના દુખાવામાં રાહત : હિંગમાં પેટ સાથે જોડાયેલ ઘણી મુશ્કેલીઓનું સોલ્યુશન છે. જો તમે દુંટી પર હિંગ લગાવો છો તો તેનાથી પેટમાં થઈ રહેલ દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આની માટે તમારે સરસવના તેલને થોડું ગરમ કરો. હવે આમાં થોડી હિંગ ઉમેરો અને મિક્સ કરી લો. હવે આ તેલને દુંટીમાં નાખીને સારી રીતે માલિશ કરો. તેનાથી થોડા જ સમયમાં પેટનો દુખાવો દૂર થઈ જશે.
ગેસની સમસ્યાથી મળશે છુટકારો : ગેસની મુશ્કેલીથી પણ ઘણા લોકો આજકાલ પીડાતા હોય છે તેમની માટે પણ હિંગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જો તમને વારંવાર ઓડકાર આવે છે તો એવામાં હિંગની પેસ્ટ બનાવી લો અને રૂની મદદથી તેને દુંટીમાં નાખી લો. ગેસ, ખાટા ઓડકાર, અપચો, પેટમાં દુખાવો જેવી અનેક મુશ્કેલીઓથી રાહત મળી જશે.
પેટ ઠંડુ રહે છે : દુંટી પર હિંગ લગાવવાથી પેટમાં રાહત અને ઠંડક મળે છે. આની માટે ઓલિવ ઓઇલમાં હિંગને મિક્સ કરો અને પછી દુંટીમાં અંદર નાખો. થોડી વાર તમે સૂઈ જ રહેજો. અઠવાડિયામાં 2 વાર આ ઉપાય કરવો જોઈએ. આમ કરવાથી પેટમાં ઠંડક થાય છે.
જ્યારે પણ નાના બાળકો પેટમાં દુખાવાની ફરિયાદ કરે તો તેની માટે એક ચપટી હિંગનો આ ઉપાય તમને ફાયદાકારક થશે. તેની માટે દેશી ઘીમાં ગરમ કરવું અને તેમાં એક ચપટી હિંગ ઉમરવું પછી નવશેકું થાય એટલે દુંટી અને તેની આસપાસ પેટ પર મસાજ કરવી. મસાજ હલકા હાથે કરવાની છે.