કિસમિસ નો ઉપયોગ તમે મીઠાઈ બનાવવામાં ઘણી વખત કર્યો હશે પરંતુ શું તમે કિસમિસને દવા તરીકે ઉપયોગમાં લીધી છે ? શું કામ એવા સાથે વપરાતી કિસમિસ દવા તરીકે શરીર માટે ઉપયોગી છે.
કિસમિસ નો ઉપયોગ કરવાથી શરીરને રોગથી મુક્ત રાખી શકાય છે. આમ તો તમે કિસમિસ ને કોઈપણ રીતે ખાઈ શકો છો પરંતુ તેને જો તમે દૂધ સાથે પીશો તો તેના લાભ બમણા થઈ જશે.
આજે તમને કિસમિસ અને દૂધનું સેવન કરવાથી થતા લાભ વિશે જણાવીએ. અહીં જે કિસમિસની વાત થઈ રહી છે તે કાળી કિસમિસ છે. આ કિસમિસ પણ તમને કોઈપણ દુકાનેથી સરળતાથી મળી જશે.
કિસમિસ અને દૂધને સાથે પીવાથી શરીરમાંથી વિટામીન સી ની ઉણપ દૂર થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને રોગ સાથે લડવાની શક્તિ મળે છે.
દૂધ અને કિસમિસને સાથે લેવાથી શરીરમાંથી કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે અને સાંધાના દુખાવા તેમજ પગના દુખાવાથી રાહત મળે છે તેનાથી હાડકા અને દાંત પણ મજબૂત થાય છે.
બ્લડ પ્રેશર ની સમસ્યાથી બચવું હોય તો કિસમિસનું સેવન અચૂક કરવું. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, હાર્ટ અટેક જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
આજના સમયમાં સ્ત્રી અને પુરુષો બંને ખરતા વાળ ની સમસ્યાથી પરેશાન છે. ખરતા વાળ, સફેદ વાળ, ખોડો, નિસ્તેજ વાળ આ દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવી હોય તો દૂધ સાથે કિસમિસ લેવાની શરૂઆત કરો.
જે લોકોને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તેમને હાર્ટ અટેક થવાની સંભાવના વધી જાય છે સાથે જ નસોમાં બ્લોકેજ પણ થાય છે. તેવામાં દૂધ સાથે કિસમિસ લેવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
દૂધ અને કિસમિસ સાથે લેવાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે. દૂધ અને કિસમિસ નું એક સાથે સેવન કરવા થી શરીર માં લોહી બને છે.