આ બીમારીઓ હોય તો ભૂલથી પણ ન સૂતા એસીમાં, નહીંતર રાતમાં દવાખાને દોડવું પડશે.

ઘરમાં એસી હોવું એ આજના સમયમાં જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. જોકે કેટલાક શહેરોમાં ઉનાળા દરમિયાન એટલી બધી ગરમી પડે છે કે એસી ની જરૂર પડતી હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ શરીરમાં જો કેટલાક પ્રકારની બીમારીઓ હોય તો એસી માં રહેવાનું ટાળવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી વ્યક્તિ જો એસી માં રહેતો ગંભીર સમસ્યા થઈ શકે છે.

આજના સમયમાં દરેક ઓફિસ પણ સેન્ટ્રલ્ય એસી હોય છે જેના કારણે ઓફિસમાં કામ કરતા લોકોને ફરજિયાત એસી માં બેસવું પડે છે. પરંતુ જે લોકોને આ આઠ સમસ્યા હોય તેમણે રાત્રે એસી માં સૂવાનું ટાળવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઠંડક પરિવાર વાતાવરણમાં વ્યક્તિની કાર્યક્ષમતા વધે છે પરંતુ આ ઠંડક કુદરતી હોવી જોઈએ એસીની ઠંડકથી કાર્યક્ષમતા વધી શકે છે પણ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે.

કેટલાક લોકો તો નાના બાળકનો જન્મ થાય પછીથી તેને એસી માં રહેવાની આદત પાડે છે જેના કારણે બાળકને અનેક ગંભીર સમસ્યા થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય ઘણા લોકો ગરમી દરમિયાન એટલું બધું ઠંડક વાળું વાતાવરણ રાખતા હોય છે કે જેના કારણે શરીરને ગરમી થતી નથી પણ અન્ય સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને રાતના સમયે આટલા બધા કૂલિંગમાં સૂવાનું ટાળવું જોઈએ.

જે લોકોને માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે એસીની ઠંડકમાં વધારે રહેવું ન જોઈએ. કલાકો સુધી એસીની ઠંડકમાં રહેવાથી માથાનો દુખાવો કાયમી થઈ શકે છે.

આ સિવાય જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તેમણે પણ એસી ની ઠંડકમાં કલાકો સુધી રહેવું કે રાત્રે સૂવું જોઈએ નહીં. તેનાથી સાંધા જકડાઈ જાય છે.

જે લોકોને શરદીની સમસ્યા રહેતી હોય તેમણે પણ એસીમાં રહેવાનું ટાળવું જોઈએ કારણકે એસી માં રહેવાથી સાયનસની તકલીફ થઈ જાય છે. સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. જેને પહેલાથી જ આ તકલીફ હોય તેણે એસી માં સુવાની ભૂલ ક્યારેય ન કરવી.

એસી ની ઠંડક ના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગે છે તેના કારણે લોકો વારંવાર બીમાર પડી શકે છે. જે લોકોને એલર્જી શરદી રહેતી હોય તેમણે પણ એસી માં સૂવાનું ટાળવું જોઈએ. આવા લોકો જો સતત એસીમાં રહેતો નિમોનિયા થઈ શકે છે.

જે લોકોના શરીરમાં વજન ઝડપથી વધતું હોય અને ચરબીના થર જામી ગયા હોય તેમણે એસીના ઠંડા વાતાવરણમાં રહેવું નહીં તેનાથી ચરબીમાં વધારો થાય છે.

શરીરમાંથી કેટલીક પ્રવૃત્તિ પછી પરસેવો નીકળી જાય તે જરૂરી હોય છે. જો તમે સતત એસી માં રહો છો તો પરસેવો નીકળતો જ નથી અને આ સ્થિતિ શરીર માટે જોખમી છે.

એસી ના કારણે રૂમનું વાતાવરણ શુષ્ક થઈ જાય છે અને આવા વાતાવરણમાં રાત આખી સુવાથી શરીરમાં ગંભીર બીમારી થઈ શકે છે.

Leave a Comment