આયુર્વેદ

દરેકના ફેવરિટ આ ફળમાંથી નીકળતા બીજ થી થાય છે લાખો રૂપિયાની બીમારીઓનો ઈલાજ.

કેરી એવું ફળ છે જે ફક્ત ઉનાળાની સિઝન દરમિયાન મળે છે. તેને ફળનો રાજા કહેવાય છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલું જ વધારે ગુણકારી તેની અંદરથી નીકળતું બી એટલે કે તેની ગોટલી હોય છે. કેરીમાંથી નીકળતી ગોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

ગોટલીનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી શરીરને અત્યંત લાભ થાય છે. કેરીની ગોટલીને ક્યારેય ફેંકી દેવી નહીં કારણ કે તેમાં કેરીના રસ કરતા પણ વધારે પોષક તત્વો હોય છે.

કેરીની ગોટલીમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન ડી સહિતના પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીર માટે ખૂબ જ ગુણકારી છે.. કેરીની ગોટલીનું સેવન કરવાથી શરીરમાંથી કચરો દૂર થઈ જાય છે.

કેરીની ગોટલીમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. કેરીની ગોટલીનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી દૂર થાય છે. કેરીની નાનકડી ગોટલીમાં સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ બદામ અને કાજુ જેવા શું કામ એવા કરતા પણ વધારે પોષક તત્વો કેરીની ગોટલીમાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ચરબી જામતી નથી.

કેરીની ગોટલીના લાભ પ્રાપ્ત કરવા માટે તેને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી લેવો જોઈએ. આ પાવડરનો તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

જેમકે આ પાવડરમાં લીંબુનો રસ ઉમેરીને માથામાં લગાડવાથી જૂની સમસ્યા દૂર થાય છે.

જો તમને બ્લડ પ્રેશર હોય અને તેમાંથી મુક્તિ મેળવવી હોય તો ગોટલીનો પાઉડર બનાવીને ખાવાથી લાભ થાય છે. આ પાવડર ખાવાથી હૃદય રોગમાં પણ રાહત મળે છે અને રક્ત પરિભ્રમણ પણ સામાન્ય રહે છે.

નાની ઉંમરમાં જો ફાંદ નીકળી હોય અને શરીરમાં પેટના ભાગે ચરબીનું પ્રમાણ વધી રહ્યું હોય તો ગોટલીના પાવડરનું સેવન કરવું. તેનાથી વજન પણ ઓછું થશે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહેશે.

ડાયરિયા થઈ ગયા હોય તો ગોટલીને સુકવીને તેનો પાવડર બનાવીને તેમાં સાકર ઉમેરીને દિવસમાં ત્રણ વખત દર્દીને આપો.

દાંતમાં જમ્પસ થઈ ગયા હોય અને કોઈપણ મીઠી કે ઠંડી વસ્તુ ખાઈ શકાતી ન હોય તો ગોટલીના પાવડરનું ચૂર્ણ બનાવી તેનાથી રોજ બ્રશ કરો તેનાથી દાંતમાંથી બેક્ટેરિયા દૂર થશે અને દાંત મજબૂત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *